Home /News /south-gujarat /

અગ્નિકાંડમાં એક દીકરી કદાચ અધિકારીની કે નેતાપુત્રી હોત તો શું થાત?

અગ્નિકાંડમાં એક દીકરી કદાચ અધિકારીની કે નેતાપુત્રી હોત તો શું થાત?

18 વર્ષની એક દીકરીની આંખ ઉઘાડતી વાર્તા- "પેલો રીપોર્ટ તૈયાર થઇ ગયો છે. તેની ઉપર સહી કરવાની થશે. વળી એના પર સવાલો પણ ઉઠશે, એટલે એના જવાબો પણ વિચારી રાખવા પડશે.”

18 વર્ષની એક દીકરીની આંખ ઉઘાડતી વાર્તા- "પેલો રીપોર્ટ તૈયાર થઇ ગયો છે. તેની ઉપર સહી કરવાની થશે. વળી એના પર સવાલો પણ ઉઠશે, એટલે એના જવાબો પણ વિચારી રાખવા પડશે.”

  અગ્નિ કાંડ

  “જો રાધા, મારે સવારે વહેલા જવાનું છે. એટલે વહેલા ઉઠાડી દેજે. પેલો રીપોર્ટ તૈયાર થઇ ગયો છે. તેની ઉપર સહી કરવાની થશે. વળી એના પર સવાલો પણ ઉઠશે, એટલે એના જવાબો પણ વિચારી રાખવા પડશે.” રાધા લગ્ન કરીને આવી ત્યારથી ખુબ ઓછું બોલતી. જોકે તેને બોલવાનો મોકો પણ મળતો ન હતો.

  'ભલે' કહીને એણે રૂમનો દરવાજો બંધ કરી દીધો. શ્યામલાલ ધાર્યુ જ કરવા
  ટેવાયેલા હતા. તે સ્વબળે રાજકારણમાં આગળ આવેલા. ચાણક્ય બુદ્ધિથી તે ભલભલાને ઝુકાવી દેતા. કોઈ પણ અસામાન્ય દેખાતા પ્રશ્નનો તેમની પાસે ઉકેલ રહેતો. અને તેથી જ તેની આસપાસ વાળા પણ સમૃદ્ધ હતા. એક સામાન્ય ચપરાસી માંથી આટલા ઉપર આવવા માટે બુદ્ધિ તો જોઈએ જ ને?

  આજકાલ છાપાઓમાં માત્ર આગ આગના સમાચાર આવતા હતા અને જાણે એ આગ કોર્પોરેશન દ્વારા જ લગાવવામાં આવી હોય તેમ બધો જ દોષ ઢોળી દેવામાં આવતો. દરરોજના કેટલા કાગળિયાં? ક્યારેક બિલ્ડરોને સાચવવાના તો ક્યારેક સહ કાર્યકર્તાઓને.

  શ્યામલાલ કાગળમાં સહી કરતા હતા ત્યાં નીકુંનો ફોન આવ્યો. “પપ્પા, મેં પેલા ડ્રોઈંગ ક્લાસ જોઈન કર્યા છે. ઈશિતા કોમ્પ્લેક્ષમાં ચોથા માળે ચાલે છે ત્યાં.” હા, કહેતા તો કહેવાઈ ગઈ. પછી એમણે બાજુમાં પૂછ્યું, "આ ઈશિતા એટલે તો જેમાં ઉપરનો માળ ગેર કાયદેસર છે અને જી ઈ બી ની નોટીસ મળી છે એને?" “ હા, સર અને ફાયર સેફટી પણ નથી. પણ બિલ્ડર આપણા ગ્રુપનો છે. એટલે પતાવી દીધું છે.”

  શ્યામલાલે નીકુંને ફોન લગાવ્યો પણ માત્ર રીંગ સંભળાતી હતી. બે દિવસ પહેલાના બનાવથી હવે પોતાના બાળકને આવી જગ્યાએ મોકલતા ડર લાગતો હતો. બે-ત્રણ વખત રીંગ આપીને તેઓ કામમાં લાગી ગયા. થોડા સમય પછી ઘરેથી ફોન આવ્યો,” આ નીકું ક્યાં છે, તમને ખબર છે? કીધા વિના જતો રહ્યો છે.” જવાબ આપ્યા વિના ફોન કાપી અને ફરી એમણે ફોન લગાવ્યો પણ વ્યર્થ... એક બાજુ કામનું ભારણ અને બીજી બાજુ નીકુની ચિંતા.

  જમવાનો સમય થયો. હાથમાંથી પેન નીચે મૂકી અને નીકુંનો ફોન આવ્યો. પપ્પા, અહીં ક્લાસમાં આગ લાગી છે. ધુમાડો વધી રહ્યો છે, પણ તમે ચિંતા ન કરો હું કંઈક રસ્તો શોધું છુ.” “ બેટા, હું પહોચું છુ. બીજી વ્યવસ્થા પણ કરું છુ. તું સહેજ પણ ચિંતા ન કરીશ.”

  તેમણે તરત જ ફાયર બ્રિગેડમાં ફોન લગાવ્યો. “ આગ ક્યાં લાગી છે? કેટલા લોકો છે? આગ કેવી રીતે લાગી? તમે આગમાં સપડાયા છો? આટલું મોટું બાંધકામ મંજુરી લઈને કરેલું છે? આવા સવાલોના જવાબ આપતા તેઓ થાકી ગયા. અંતે પોતાના હોદ્દાની રૂહે હુકમ કરવો પડ્યો.

  નીકુનો ફોન આવ્યો, “પપ્પા, બમ્બા તો આવી ગયા છે પણ એમાં પાણી નથી. એમની પાસે નેટ પણ નથી અને સીડી પણ ટૂંકી પડે છે. ધુમાડો વધી રહ્યો છે. હું બચવા પ્રયત્ન કરું છુ.” શ્યામલાલ દોડીને ગાડી પાસે પહોંચી ગયા. સ્થળ પર ભીડ હતી. સાયરન વગાડ્યું ત્યારે અંદર જવા મળ્યું. ઘણા બધા માણસો મોબાઈલમાં ફોટા પડતા હતા. કેટલાક વીડિયો પણ લેતા હતા. કોઈ બાળક કુદી જાય એટલે ચિચિયારીઓ સંભળાતી હતી. એ પોતાનો હોદ્દો ભૂલી ગયા. પોતાનું શર્ટ કાઢીને ડ્રાયવરના શર્ટ સાથે બાંધી દીધો. નીકુને ફોન લગાવ્યો. બંધ આવતો હતો. કદાચ બેટરી પતિ ગઈ હતી. તેમણે આસપાસ વાળાને શર્ટ કાઢવા સમજાવ્યા પણ કોઈ તૈયાર ન થયું. આમેય ભીડને ક્યાં બુદ્દ્ધી હોય છે? પોતાના અને બીજા શર્ટમાં બાળકોને ઝીલવા પ્રયત્ન કર્યો. એ સીડી પર ચડ્યા. નીકુના નામની બુમો પાડી. થોડી ક્ષણોમાં નીકું બારીમાંથી દેખાયો. મોઢું કાળું થઇ ગયું હતું. તે સતત ખાંસતો
  હતો. લોકોને આવા સંજોગોમાં કેવી રીતે રહેવું એ શીખવાડનાર નીકું આજે ખુદ તકલીફમાં હતો. નીકુની પીઠમાં આગ હતી. તેણે નીચે તરફ હાથ લંબાવ્યો. પણ સીડીની ઉંચાઈ અને તેના હાથ વચ્ચે એક માળની જગ્યા હતી.

  શ્યામલાલે તેને હિંમત આપી. "બેટા હું ઉપર આવું છુ. જરાક નીચે આવ, હું બચાવી લઈશ બેટા. ચિંતા ન કર.”

  નીકુએ નીચે તરફ ઝૂકવા પ્રયત્ન કર્યો. તેનો પગ લપસ્યો. શ્યામલાલના હાથ પાસેથી ઘસાઈ અને તે ઝમીન પર પટકાયો. "નીકું, મારા બેટા... બેટા...” શ્યામલાલ બુમો પાડતા કુદી પડ્યા."

  રાધા એમની પીઠ પસારતી હતી. “ રાધા, નીકુને હું ન બચાવી શક્યો. મારી જ ભૂલ હતી. બિલ્ડરને છાવર્યો, જી ઈ બી વાળાને બચાવ્યા, ફાયર બ્રિગેડને પણ આંખ આડા કાન કર્યા, કલાસીસ વાળાના પૈસા લઈને મંજુરી આપી, અને આજે... આજે મારો દીકરો જ...” રાધા હજુ પણ તેની પીઠ પર હાથ ફેરવતી હતી. શ્યામલાલ ધ્રુસ્કાભેર રડતો હતો.

  આ પણ વાંચો- સપનું : અગ્નિકાંડ પર 18 વર્ષની એક દીકરીની હૃદયસ્પર્શી વાર્તા..

  “ શ્યામ નીકું ની મોત માટે આપણે જ જવાબદાર છીએ. વીસ વરસ પહેલા એને બાઈક અપાવ્યું. એ લાયસન્સ વિના ફરતો અને તમેજ કહેતા, કોઈ પકડે તો મારું નામ આપી દેજે. અને એક દિવસ એણે કાળે પકડી લીધો. બિચારો કોઈનું નામ આપ્યા વિના જતો રહ્યો. શ્યામ નીકું વીસ વરસ પહેલા આપણને છોડીને જતો રહ્યો છે. જાગો. તમે કોઈ સપનું જોતા હતા. કદાચ નીકું તમારો અંતરાત્મા જગાડવા આવ્યો હતો.”

  “ મારી ઈચ્છા છે કે નવા અને સાચા રીપોર્ટ બને. જે કોઈ ગુનેહગાર છે તેને સજા થવી જોઈએ. આપણે સમાજના પ્રતિનિધિ છીએ. નહીકે તેમના સત્તાધીશ.” શ્યામલાલના બદલાયેલા વલણથી સહુને આશ્ચર્ય થતું હતું. અઠવાડિયા પછી શ્યામલાલ ઓફીસમાંથી બહાર નીકળતા હતા અને એક ટોળું એમને ફૂલ આપવા આવ્યું. “ અંકલ તમે ખુબ સારા માણસ છો. આઈ લવ યુ.” એક નાના બાળકે
  તેને કહ્યું. ‘ બેટા શું નામ છે તારું?”

  “નીકું”

  લેખન: વિશ્વા રાવલ (ઉંમર 18 વર્ષ)

  આ પણ વાંચો- સરપ્રાઈઝ આપવાનું કહીને પતિએ ચપ્પુના ઘા મારી કરી પત્નીની હત્યા
  Published by:Bansari Shah
  First published:

  Tags: સુરત

  આગામી સમાચાર