Crime Alert: સુરતમાં દુષ્કર્મનાં 4 વર્ષ બાદ પણ પીડા નથી દૂર થઇ, 200 ટાકા સાથે જીવે છે દીકરી
Crime Alert: સુરતમાં દુષ્કર્મનાં 4 વર્ષ બાદ પણ પીડા નથી દૂર થઇ, 200 ટાકા સાથે જીવે છે દીકરી
સુરતમાં ચાર વર્ષ બાદ પણ દુષ્કર્મ પિડીત બાળકી સાજી થઇ નથી
Crime Alert: શ્વાનની જેમ બાળકીને ડુચા ભર્યા હતાં, હોઠ કરડી ખાધા હતાં. બાળકીનાં બંને પ્રાઇવેટ પાર્ટ એક થઇ ગયા હતાં જેને કારણે ત્રણ વર્ષ સુધી તે હાજત પણ જઇ શકી ન હતી. તેનાં પર અત્યાર સુધીમાં નવ ઓપરેશન થયા છે. શરીરમાં હજુ પણ 200 ટાકા છે.
સુરતનાં ડિંડોલીમાં 30 સપ્ટેમ્બર- 2018નાં રોજ માસૂમ બાળાને નરપિશાચે એ હદે બળાત્કાર ગુજાર્યો હતો કે, આજે પણ બાળકીને સારવારની જરૂર પડે છે. અત્યાર સુધી તેના અનેક ઓપરેશન થયા છે. શરીરમાં 200 થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. હાલ બાળકી તો સ્વસ્થ છે પણ પરિવાર આઘાતમાંથી બહાર નથી આવ્યો. આ કેસમાં પોલીસે 35 દિવસમાં ચાર્જશીટ કરી હતી. હવસખોરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
સુરતમાં ગત ચાર વર્ષથી હોસ્પિટલના બેડ પર જીવિત દેહની જેમ પડી માસૂમને કદાચ એ પણ જાણ નહોતી કે તેની સાથે શું થયું છે. રેપની પીડાનો અહેસાસ પીડિતા અને તેના પરિવારથી વધારે કોણ સમજી શકે છે. ડૉક્ટર બાળકી સાજી થઇ જાય તે આશાએ વારંવાર સર્જરી કરી રહ્યા છે. ડિંડોલીમાં રેપનો ભોગ બનેલી બાળકીનું હવે નવમું ઓપરેશન કરાશે. તેના શરીરમાં હજુ પણ 200 ટાંકા છે.
3 વર્ષ અગાઉ સાડા ચાર વર્ષની બાળકી પર રેપ કરવામાં આવ્યો હતો. દુષ્કર્મ બાદ માસુમ બાળકીની શારીરિક હાલત વિખેરાઈ ગઈ હતી. બંને આગળ પાછળનાં પ્રાઇવેટ પાર્ટ્સ એક થઈ જતા 3 વર્ષ હાજત કરી શકી ન હતી. ત્રણ વર્ષ સુધી બાળકીને સૂઈ જ રહેવુ પડ્યુ હતું, તે ઉભી પણ થઈ શક્તી ન હતી. બાદમાં તેને ટાયર પર બેસાડવાની શરૂઆત કરાઈ હતી. નરાધમે બાળકીના હોઠ પર કરડી ખાધા હતા. તેના શરીર પર બચકા ભર્યા હતા.
બે વર્ષ પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં જ્યારે બાળકી સાથે જઘન્ય દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સરકારે સુરતની વિશેષ અદાલતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ શરૂ કરાવ્યું હતું અને સુરતની વિશેષ અદલાતે 21 નવેમ્બર 2019ના રોજ દોષી રોશનને આજીવન કેદની સજા આપી હતી. દોષી આજે પણ જેલમાં બંધ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર