Union
Budget 2023

Highlights

Home /News /south-gujarat /VIDEO: સુરતના કતારગામ વિસ્તારમાં દિવાલ પડતા 2 યુવકોનાં મોત, દુર્ઘટનાના લાઇવ CCTV આવ્યા સામે

VIDEO: સુરતના કતારગામ વિસ્તારમાં દિવાલ પડતા 2 યુવકોનાં મોત, દુર્ઘટનાના લાઇવ CCTV આવ્યા સામે

ઘટનામં બાઈક પર સવાર બે યુવાનો નીચે દબાઇ જતા તેઓને ફાયર વિભાગ દ્વારા કરી બહાર કાઢવામાં આવ્યા હતા

દિવાલ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં મચેલી અફડા તફડી દીવાની નીચે દબાઇ જતા બે બાળકોના થયા હતા મોત ડાયરેકટ માલ હટાવી ૪૦ જેટલા વાહનો કાઢ્યા હતા ભાર બિલ્ડિંગના માલિકો સામે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ મિલકતના કરી હતી શીલ

સુરત (Surat News)ના કતારગામ વિસ્તારમાં વસ્તા દેવડી નજીક આવેલા જરીવાલા કમ્પાઉન્ડના કારખાને સમારકામ સમયે બ્રેકર મશીન આરસીસી દિવાલ ધસી (Wall collapses in Surat) પડી હતી. જોકે આ દિવાલ નીચે પડતા બે મજૂરો દબાઈ જતાં તેઓને સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું. દીવાલ પડી જવાની ઘટનામાં બે કાર અને 40 જેટલા વાહનોનો ખુરદો બોલી ગયો હતો. જોકે દિવાલ ધરાશાઇની ઘટના 19 માર્ચે બનવા પામી હતી ત્યારે ઘટનાના સીસીટીવી આજરોજ સામે આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા મકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે મકાન પાડવાની પણ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

સુરતમાં કતારગામ વિસ્તારમાં વસ્તા દેવડી રોડ ઉપર ચડીવાલા કમ્પાઉન્ડ આવેલું છે આજે વાલા કમ્પાઉન્ડમાં 19 તારીખે સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનામં બાઈક પર સવાર બે યુવાનો નીચે દબાઇ જતા તેઓને ફાયર વિભાગ દ્વારા કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર ઘટનાના સીસીટીવી આજરોજ સામે આવ્યા છે જેમાં જ્યારે સ્લેબ ધરાશાયી થયો ત્યારે તે સ્લેબ નીચે ચાર જેટલા વ્યક્તિ ઉભા હતા. આ સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિ પોતાનો જીવ બચાવી ત્યાંથી દોડી રહ્યા છે તે પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. જ્યારે બાઇક પર સવાર બે યુવાનો દબાઈ ગયા હતા. આ સ્લેબ ધરાશાયી થતાંની સાથે જ સમગ્ર વિસ્તારમાં અફડાતફરીનો માહોલ સર્જાયો હોય તો હાથ ધરાયેલી ઘટનામાં બે કાર અને 40 જેટલા વાહનોનો ખુરદો બોલી ગયો હતો. 19 માર્ચે બનેલી આ ઘટનાને લઈ સ્થાનિક લોકોએ ફાયરફાઇટરને જાણ કરતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી. રૂપિયા સમગ્ર ઘટનામાં ફાયર વિભાગની ટીમ દ્વારા 22 જેટલા કર્મચારીઓને આ બિલ્ડિંગમાંથી સહી-સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. બે વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા બાદ અન્ય વ્યક્તિઓ ફસાયા હોવાની આશંકા વચ્ચે ત્રણથી ચાર કલાક જેટલા સમય માટે ફાયર વિભાગ દ્વારા ઓપરેશન રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધના પગલે સુરતના 1.5 લાખ લોકોની રોજગારી પર ખતરો, જાણો કેમ?

જોકે આખરે તપાસ કરતા કોઈ પણ વ્યક્તિ મળી આવ્યું ન હતું પણ આ સમગ્ર બિલ્ડિંગમાં માલિક દ્વારા બેદરકારી રાખવાને લઈ બે ઇસમોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખી બિલ્ડિંગના માલિક ભાનુ ધાનાણીને પાલિકા દ્વારા અગાઉ બે વખત નોટિસ અપાઇ હતી. છતાં તેમણે બેદરકારી દાખવતા મહિધરપુરા પોલીસે બે માલિકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 28 વર્ષીય સમીર મતીઉલ્લાહ શેખના પરિવારે મરામતની કામગીરીમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી. કતારગામ કાસાનગર ખાતે રહેતો 21 વર્ષીય રોહિત રાજુ રાઠોડ પહેલા માળે પાણીની બોટલ ખાલી કરવા ગયો હતો ત્યા આ દુર્ઘટના સર્જાતા મોતને ભેટ્યો હતો. જોકે સમગ્ર ઘટના સીસીટીવી આજે સામે આવ્યા છે ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે પણ મહાનગરપાલિકા દ્વારા મિલકતને સીલ પણ કરી દેવામાં આવી છે. જેને લઈને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Fire Department, Surat fire tragedy, Surat news, સુરત સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन