Home /News /south-gujarat /સુરત : ગમખ્વાર અકસ્માત બાદ મૃતદેહ 15 ફૂટ ઢસડાયો, મૃતદેહના ટૂકડાં પરથી સંખ્યાબંધ વાહનો પસાર થયા

સુરત : ગમખ્વાર અકસ્માત બાદ મૃતદેહ 15 ફૂટ ઢસડાયો, મૃતદેહના ટૂકડાં પરથી સંખ્યાબંધ વાહનો પસાર થયા

પ્રતિકાત્મક તસવીર

સુરતના મગદલ્લા રોડ પર કોટીયાક હોટલ સામે હાઈવે પર અજાણ્યા શખ્સનું વાહન અડફેટે મોત, મૃતદેહમાથી અવયવો છિન્નભિન્ન થઈ ગયા

સુરતના (Surat) મગદલ્લા (Magdalla road) રોડ પર કોટીયાક હોટલ (Kotiyak hote) સામે હાઈવે પર અજાણ્યા શખ્સનું વાહન અડફેટે (Accident on magdalla road) આવતા ઘટના સાથળ પર કરુણ Man died) મોત થયું હતું. જોકે યુવાન ના મોત થયા બાદ સંખ્યાબંધ વાહનો મૃતદેહ પરથી પસાર થવાને લીધે મૃતદેહ 15 ફૂટ (Dead body drowned 15 foot) સુધી ઘસડાયો હતો જોકે પોલીસે યુવાનો મૃતદેહ એકત્ર કરવા માટે આશરે પોણા કલાક સુધી હાઈવે બંધ રાખી મૃતકના. છિન્નભિન્ન અવયવો એકત્ર કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડયાં હતાં.

સુરતમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે જે જાણીને ભલભલાના રુંવાટા ઉભા થઇ જાય તેવી ઘટના હતી. ગતરોજ સવારે સવા પાંચ વાગ્યાના આસપાસ મગદલ્લા રોડ પર કોટીયાક હોટલ સામે હાઈવે પર અકસ્માત થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર કરુંણ મોત થયાનો કોલ ઇચ્છાપોર પોલીસને મળ્યો હતો. જેને પગલે પીસીઆર વાન ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ પણ વાંચો :  સુરત : બનેવી સાથે ઝઘડા બાદ યુવકની હત્યા, ત્રણ વ્યક્તિએ ચાકુનાં ઘા મારી પતાવી નાખ્યો

અકસ્માતની ગંભીરતાને જોઈ એક તરફનો હાઈવે બંધ કરાવ્યો હતો. આ અકસ્માતની ઘટના મળસકે પાંચથી છ વાગ્યાના અરસામાં બની હોવાની શક્યતા છે. જેને પગલે અજાણ્યા વાહનની અડફેટે મૃત્યુ પામેલા અજાણ્યા શખ્સના શરીર પરથી કલાકો સુધી સંખ્યાબંધ વાહનો પસાર થતા રહ્યા હતા. જેને પગલે મૃતદેહ અકસ્માતની ઘટનાથી આશરે 15 ફૂટ દૂર સુધી ઘસડાયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે, મૃતકના શરીરનાં અવયવો છિન્નભિન્ન થવા સાથે છુંદાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈ સ્થળ પર હાજર લોકો અવાક થઈ ગયા હતા. હાઈવેના એક બાજુનો રસ્તો આશરે પોણા કલાક સુધી બંધ રાખી પોલીસને મૃતકના છિન્નભિન્ન અવયવો એકત્ર કરવા પડયા હતા.
" isDesktop="true" id="1019657" >

આ પણ વાંચો :  સુરત : કાપોદ્રામાં ટ્રાફિક પોલીસે દંડ ફટકારતા કાર ચાલકે જવાનના પેટમાં બચકું ભર્યું, વિચિત્ર ઘટના

મૃતકના શરીરે કપડા નહીં હોવાથી તે માનસિક અસ્વસ્થ હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. પોલીસે તેની ઓળખ કરવા સ્થાનિક વિસ્તારમાં પૂછપરછ હાથ ધરી છે જોકે પોલીસે આ મામલે અકસમાત મોતનો ગુનો નોંધી આરોપી ને પકડી પાડવા ની દિશામાં પણ તપાસ સાહરુ કરી છે
Published by:Jay Mishra
First published:

Tags: 30 august news, Breaking News, Dead body, Gujarati news, Surat Crime, Surat news, Surat police, મોત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन