સુરત : બાઈક એક ટ્રક વચ્ચે Live અકસ્માત Video: બાઈક 30-40 ફૂટ ઢસડાયું, યુવાનનું કરૂણ મોત

સુરત : બાઈક એક ટ્રક વચ્ચે Live અકસ્માત Video: બાઈક 30-40 ફૂટ ઢસડાયું, યુવાનનું કરૂણ મોત
સુરત અકસ્માત સીસીટીવી વીડિયો

યુવાનના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. હાલમાં યુવાનના મોત મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

  • Share this:
સુરત : શહેરમાં સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે ત્યારે એક યુવાન પોતાની બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે એક ટ્રક સાથે અકસ્માત બાદ આ યુવાનું ઘટના સ્થળ પર કરુંણ મોત થયું હતું. આ મામલે નજીકના સીસીટીવી જોતા યુવાનના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. હાલમાં યુવાનના મોત મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

સુરતમાં સતત અકસ્માત ની ઘટના બની રહી છે, ત્યારે રસ્તા પર બેફામ ગતિએ દોડતી બાઇક અથવા ભારે વાહનોને કારણે અનેક વાર અકસ્માત થતા લોકોના કમોતે મોત થતા હોય છે ત્યારે આવી જ એક ઘટના આજે બનવા પામી છે સુરત ના ભેસ્તાન ખાતે. 18 વર્ષીય યુવાન રફીક રહીમ ગુલઝાર આજે પોતાની મોટર સાઈકલ પર જય રહ્યો હતો તે સમયે ઘર નજીક આ યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થયો હતો. જેને લઈને તેને ગંભીર ઇજા થવા પામી હતી. આ અકસ્માતને લઈને યુવાનનું ઘટના સ્થળ પર જ કરુંણ મોત થયું હતું.

આ અકસ્માત કોની સાથે થયો તે સ્થાનિક લોકો જોઈ શક્યા નહી હોવાને લઈને ઘટનાની જાણકારી સ્થાનિકએ પોલીસને આપતા ડિંડોલી પોલીસે તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવી હતી અને નજીકના સીસી ટીવી ચેક કરતા આ યુવાનને એક ટ્રક સાથે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સીસીટીવીના આધારે આ મામલે ગુનો દાખલ કરી આજાણ્યા ટ્રક ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ યુવાન પણ પોતાની મોટર સાઇકલ બેફામ ગતિએ ચલાવતો હશે તેવું જણાઈ રહ્યું છે. જોકે ટ્રક ચાલકે યુ-ટર્ન લેતા સમયે ધ્યાન નહીં રાખતા આ અકસ્તામ થયો હોવાનું સામે આવ્યુ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાનનું બાઈક લગભગ 30-40 ફૂટ દૂર સુધી ઢસડાયું હતું. જ્યારે યુવાન ટક્કર થતાની સાથે ફંગોળાઈ ડિવાઈડરે ભટકાયો હોવાનું સીસીટીવીમાં જણાઈ રહ્યું છે. આ અકસ્માતમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
Published by:kiran mehta
First published:May 01, 2021, 21:32 pm

ટૉપ ન્યૂઝ