સુરત : ACBના છટકામાં બચી ગયો હતો કૉન્સ્ટેબલ, 25000ની લાંચના કેસમાં પુરાવા મળતા સાણસામાં

સુરત : ACBના છટકામાં બચી ગયો હતો કૉન્સ્ટેબલ, 25000ની લાંચના કેસમાં પુરાવા મળતા સાણસામાં
સુરત એસીબીએ ઝડપી પાડેલા આરોપી કૉન્સ્ટેબલ

છટકાની ગંધ આવી જતા પૈસા લેવા ન આવેલા કૉન્સ્ટેબલ સામે પુરાવા એકઠાં થઈ જતા 'બકરી ડબ્બે' પુરાણી, ભ્રષ્ટાચાર સામે એસીબીનું 'સ્વચ્છતા અભિયાન'

  • Share this:
સુરત :  તાપી જિલ્લાના  (Tapi) એલ.સી.બીમાં (LCB)માં નોકરી કરી રહેલા કોન્સ્ટેબલ-વર્ગ-3ના કર્મચારી સામે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે વર્ષ અગાઉ તાપીમાં રેતીની હેરાફેરી કરતી ટ્રકોને ચાલવા દેવા મા આ જમાદાર દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી.જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACB  (ACB Trap) છટકું ગોઠવીને આરોપીને ઝડપી લેવા પ્રયાસ હાથ ધરેલો હતો. પરંતુ છટકાની ગંધ આવી ગઈ હોય તેમ આરોપી કોન્સ્ટેબલ રૂપિયા લેવા ન આવતાં પોલીસે પૂરાવાના આધારે બે વર્ષ બાદ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસમાં સતત પોલીસ કર્મચારી લાંચ લેવા મામલે એસીબી છટકામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લા નજીકના તાપી જિલ્લામાં એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દ્વારા તાપીમાં રેતીની હેરાફેરી કરતી ટ્રકોને ચાલવા ટ્રક કોને રસ્તા માં અટકાવી એક ટ્રક ચાલવા અને તેને રોકવા નહિ તે માટે રુપિયા બે હાજર ની માંગણી કરવામાં આવી હતી.આ પણ વાંચો :   સુરત : વરાછાના રત્નકલાકારે યુવતી સાથે લગ્નની લાલચે શરીર સંબંધ બાંધ્યો, તરછોડી દેતા દુષ્કર્મની ફરિયાદ

જોકે આ ટ્રક માલિકની 5 ટ્રક ચાલતી હોવાને લઈને તેમની પાસેથી મહિને લાંચ પેટે 10 હજા રૂપિયા અને ટ્રક માલિકના મિત્રના 15 હજાર બાકી હતા તે 15 હજાર માંડીને ટોટલ 25 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

તાપી એલ.સી.બી. માં ફરજ બજાવતા પોલીસવાળા અનિલભાઇ દ્વારા  27-6-2018થી 29-06-2018 દરમિયાન  ફરજ પર હતા. જોકે ટ્રક માલિક દ્વારા આ મામલે એસીબી વિભાગ માં ફરિયાદ કરવામાં આવી હતી જોકે એસીબી દ્વારા આ મામલે લાંચ સ્વીકારવા આ પોલીસ કર્મચારી આવે તેવું છટકું ગોઠવામાં આવ્યુ હતું પણ આ પોલીસ કર્મચારી આ બાબતે ગંધ આવી જતા રૂપિયા લેવા પોલીસ કર્મચારી નહિ આવતા આ ટ્રેપ ફેલ ગઈ હતી.

આ પણ વાંચો :  મહેસાણા : કડીના પટેલ સ્ટોર સંચાલકની USAમાં ગોળી મારી હત્યા, વતનમાં પરિવારનો કલ્પાંત

પરંતુ ફરિયાદીએ આપેલા પૂરાવાના આધારે ACBએ તપાસ હાથ ધરી હતી. જેમાં આ છટકાના બે વર્ષ બાદ પુરાવા સાબિત થતા બે વર્ષ બાદ આ પોલીસ કર્મચારી વિરુદ્ધ એસીબી એ ગણો દાખલ કરી આ મામે આ પોલીસ કર્મચારી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:December 15, 2020, 19:37 pm