સુરત :  આસિફ ટામેટા ગેંગને કચડી નાખવા પોલીસે GUJCTOCનું હથિયાર ઉગામ્યું, 37 સંગીન ગુનામાં છે શામેલ

સુરત :  આસિફ ટામેટા ગેંગને કચડી નાખવા પોલીસે GUJCTOCનું હથિયાર ઉગામ્યું, 37 સંગીન ગુનામાં છે શામેલ
આસિફ ટામેટો લાજપોર જેલમાં બંધ છે જ્યારે તેનો અન્ય સાથી અજગર રાજકોટ જેલમાં છે.

જુદા જુદા 37 ગુનાઓની ક્રાઇમ કુંડળી, ગેંગને કચડીને પોલીસે ટામેટા ગેંગનો 'ટામેટા સુપ' કરી નાખવાનો પ્રયાસ

  • Share this:
સુરત શહેરમાં ગુણાખોરી સતત વધી રહી છે જેના લીધે સુરત પોલીસે તેને કંટ્રોલમાં રાખવા માટે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. તેવામાં આજે સુરત પોલીસ દ્વારા શહેરના કુખ્યાત આસિફ ટામેટાની ટામેટા ગેંગ સાથે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC)નો ગુનો દાખલ કર્યો છે. આ સાથે પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર મુજ્જફ્ફરઅલી ઉર્ફે આસીફ ટામે જામફરઅલી સૈયદ અને તેની ટોળકીને દબોચી લીધી છે.

આ ગેંગ દ્વારા સુરત શહેરના સલાબતપુરા, ડીંડોલી, લિંબાયત, ઉમરા, અડાજણ, ખટોદરા, પાંડેસરા, સચીન, ઇચ્છાપોર સહિતના પોલીસ મથકોની હદમાં તેમજ ભરચ જિલ્લામાં અને દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરાંત ઉત્તર પ્રદેશના લખનઉ નાકાહીડોલામાં પોતાનું નેટવર્ક ઉભું કરી અને સંગઠિત ગુનાઓ આચરવામાં આવ્યા હતા.  આ ગુના દ્વારા ગેંગે ત્રાસ વર્તાવ્યો હતો. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગે વિગતવારે રિપોર્ટ બનાવી પોલીસ કમિશનર અજય તોમરને સોંપવામાં આવ્યો હતો.આ પણ વાંચો : રાજકોટ : લૂંટેરી દુલ્હન લગ્નના બે વર્ષ બાદ થઈ ફરાર, પોતાની કૂખે જણેલા દીકરાને પણ વેચી નાખ્યો

14 કુખ્યાત લુખ્ખાઓ સામે ગુનો દાખલ

આ બનાવમાં પોલીસે ગુજસીટોક દાખલ કરતા સુરતના આસીફ ટામેટા, અજગર ઉર્ફે અજ્જુ ટામેટા, ઇમરાન ઉર્ફે છોટુ સીદ્દીકી, શાહરૂખ ઉર્ફે અસલમ શાહ, યુસુફખાન પઠાણ, મોહમ્મદ આમીર ઉર્ફે છોટા ટાઇગર હુસેન, મોહમદનુર રાજા, સરફરાજ સીંધા, અનુરાગસીંગ રાજૂપત, સમીર શેખ, મોયુદ્દીન ઉર્ફે મોયો બટકો, અકબરખાન પઠાણ, સંદિપ ગુપ્તા સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ગેંગનો મુખ્ય સાગરિત આસીફ ટામેટા લાજપોર જેલમાં બંધ છે જ્યારે અજગર રાજકોટ જેલમાં કેદ છે. જ્યારે યુસુફખાન પઠાણ લખનઉની જેલમાં ખૂન કેસમાં બંધ છે. પોલીસે આ ગેંગના સાગરિત સરફરાજ સીંધા, અનુરાગ સીંગ રાજપૂત, સંદિપ ગુપ્તાને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો : સુરત : કતારગામમાં સસરાને 'વહુની ફ્રેન્ડ રિક્વેસ્ટ' આવી, 'I Love you-માય જાન,' પરિવારે કરી ફરિયાદ

37 ગુનાઓ દાખલ થયેલા છે

આસીફ ટામેટા ગેંગ સામે સુરત શહેરમાં ખૂન, લૂંટ, અપહરણ જેવા 37 સંગીન ગુનાઓ દાખલ થયેલા છે, આ ગુનાઓની દુનિયાના કારણે તેમણે લાખો રૂપિયાની બેનામી સંપિત પણ રળી હોવાની આશંકા છે ત્યારે પોલીસે આસીફ ટામેટા ગેંગને ગુજસીટોકમાં ફીટ કરીને ગેંગનો 'ટામેટા સુપ' કરી અને તેમની ગુનાખોરી કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે.
Published by:Jay Mishra
First published:November 28, 2020, 15:10 pm

ટૉપ ન્યૂઝ