સુરત: મહિલા કોર્પોરેટરનો અનોખ સેવા યજ્ઞ, કોરોના દર્દીઓની તકલીફો દૂર કરવા આપે છે મસાજ થેરપી

સુરત: મહિલા કોર્પોરેટરનો અનોખ સેવા યજ્ઞ, કોરોના દર્દીઓની તકલીફો દૂર કરવા આપે છે મસાજ થેરપી
મહિલા કોર્પોરેટરનો અનોખો સેવા યજ્ઞ.

સુરતના આઈસોલેશન સેન્ટરમાં આપના મહિલા નગરસેવિકા કોરોનાગ્રસ્ત દર્દીઓને મસાજ આપીને સેવા કરી રહ્યાં છે.

  • Share this:
સુરત: સુરતમાં કોરોનાના કહેર વચ્ચે એક તરફ બેડની અછત સર્જાઈ રહી છે ત્યારે આ મહામારી (Corona pandemic) શહેર વિવિધ સ્થળોએ આઈસોલેશન સેન્ટર (Isolation centers) ઊભાં કરવામાં આવ્યાં છે. આ આઈસોલેશન સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સેવા માટે આમ આદમી પાર્ટી (Aam adami party)ના મહિલા કોર્પોરેટર આગળ આવ્યા છે. આવા કપરા સમયમાં દર્દીઓને સવાર-સાંજ મસાજ આપી તેમને આ તકલીફમાં રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કહેવાય છે કે સેવા એટલે પ્રભુને પ્રસન્ન કરવાનો સરળ માર્ગ અને સ્વાર્થ વગર કરવામાં આવતું કાર્ય! સુરતનાં મહિલા નગર સેવકે આ કહેવતને સાર્થક કરી છે. કોરોનાના કહેરને લઈ શહેરમાં વિવિધ સ્થળોએ આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. આ આઈસોલેશન સેન્ટરમાં આપના મહિલા નગરસેવિકા કોરોનાગ્રસ્ત દર્દીઓને મસાજ આપીને સેવા કરી રહ્યાં છે.આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: વધુ નવ શહેરમાં નાઇટ કર્ફ્યૂ, જાણો- શું ચાલુ રહેશે અને શું બંધ?મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાએ હાલની મહામારીના સમયમાં કોરોના પોઝિટિવ દર્દીઓને સવાર-સાંજ મસાજ આપી તેમનાં દર્દ અને દુઃખાવા દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યાં છે. કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસેના સાગર કોમ્યુનિટી હોલમાં ચાલતા આઇસોલેશન કેન્દ્રમાં લગભગ 27 કોરોના પોઝિટિવ દર્દી છે, જેમાં મોટાભાગ વૃદ્ધો છે.

આ પણ વાંચો: સુરત: ઈન્જેક્શન, ઑક્સિજન, અંતિમ સંસ્કાર બાદ હવે મરણના દાખલા મેળવવા લાઈનો લાગી!

તેમને સવારે ચા-નાસ્તાથી લઈ બપોરના અને રાત્રિના ભોજન સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ દર્દીઓને આંકડાના પાન, કપૂર અને લવિંગથી બનેલા તેલનો મસાજ કરી તેમનાં દર્દને દૂર કરવાનો પ્રયાસ કોર્પોરેટર કરી રહ્યા છે. તેમના તરફથી આખા દિવસમાં બે વાર મસાજ આપવામાં આવી છે. મહિલા કોર્પોરેટર કહે છે કે, જ્યારે દર્દી બંને હાથ માથા પર મૂકીને હૃદયથી આશીર્વાદ આપે છે ત્યારે ખૂબ આનંદ થાય છે.આ પણ વાંચો: દરરોજ ફક્ત રૂ.167ની બચત કરીને પણ બની શકો છો કરોડપતિ, જાણો આકર્ષક સ્કીમ અંગે

મહિલા નગરસેવક કુંદનબેન કોઠિયાએ જણાવ્યું હતું કે, આવા સમયમાં એક લોકપ્રતિનિધિ તરીકે મારી ફરજ બને છે કે હું તેમની સેવા કરું. હું વૃદ્ધો અને ભાઈ-બહેનોને મસાજ કરીને જીવનને સાર્થક કરવાનો પ્રયાસ કરી રહી છું. દર્દીઓ આઇસોલેશન વોર્ડ કહો કે હોસ્પિટલમાં અનેક દિવસો વિતાવતા હોય છે. ભલે રાજકારણ અમારા માટે નવું હોય પણ સેવા કરવાના સંસ્કાર મળેલા છે. આ સંસ્કારો ક્યારેય ભૂલશું નહીં.
Published by:Vinod Zankhaliya
First published:April 27, 2021, 15:06 pm

ટૉપ ન્યૂઝ