Home /News /south-gujarat /AAPમાં ફરીથી ભંગાણ, Surat AAPના સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા

AAPમાં ફરીથી ભંગાણ, Surat AAPના સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા

વોર્ડ 4ના કોર્પોરેટર કુંદન કોઠીયા ભાજપમાં જોડાઇ ગયા

સુરતમાં વોર્ડ 4ના કોર્પોરેટર કુંદન કોઠીયા (AAP corporator Kundan Kothiya) ભાજપ (BJP)માં જોડાઇ ગયા છે. સુરતના વોર્ડ નંબર-4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયાએ પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) આવનારી છે. ત્યારે દરેક પાર્ટીઓ અત્યારથી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીત પાક્કી કરવા માટે તમતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે સુરતમાં (Surat News) રાજકિય દુનિયામાં ભૂકંપ થંભી રહ્યો નથી. સુરત આમ આદમી પાર્ટી (Aam Adami Party)ના ગઢમાં ગાબડા પર ગાબડાઓ પડી રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ (five corporators of the Aadmi Party) આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી કેસરીયો ધારણ કર્યા બાદ આજે વધુ એક મહિલા કોર્પોરેટરે આપનો સાથ છોડી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં વોર્ડ 4ના સસ્પેન્ડેડ કોર્પોરેટર કુંદન કોઠીયા (AAP corporator Kundan Kothiya) ભાજપ (BJP)માં જોડાઇ ગયા છે. સુરતના વોર્ડ નંબર-4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયાએ પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. નવી દિશા તરફ જવા માટે ભાજપમાં જોડાઈ હોવાની કુંદન કોઠીયાએ વાત કરી હતી. આ દરમિયાન કુદન કોઠિયાએ ધર્મેન્દ્ર વાવલિયા સામે આક્ષેપ કર્યો હતો કે તેઓ કેમને હેરાન કરતા હતા અને તેમણે કુંદન પર ઓડિયો વાયરલ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કંદનબેને એવું પણ કહ્યું હતું કે, સુરતમાં આમ આદમી પાર્ટીએ ધર્મેન્દ્ર સામે કોઇ પગલા લીધા નહી.

આ પણ વાંચો- યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા રાજ્ય સરકાર તૈયાર: જીતુ વાઘાણી

જણાવી દઇએ કે, આ અગાઉ આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર કમલમ ખાતે આ તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા.

આ પણ વાંચો- Live news update: ગ્રીષ્મા હત્યાકેસઃ આવતીકાલે સવારે 9:30 એ નીકળશે યુવતીની અંતિમ યાત્રા

બીજી તરફ સુરત આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમર્થન મેળવનાર આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને તોડવાનું કામ રાજ્યના સત્તાધારી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કાઉન્સિલરો ચૂંટાયા હતા. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે પણ મોટો અપસેટ સર્જ્યો હતો, પરંતુ હવે એ જ ભાજપ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને તમામ પ્રકારના લોભામણે ભાજપમાં જોડાવા માટે બોલાવી રહી છે, એવો આક્ષેપ સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી દ્વારા કરવામાં આવ્યા હતા.
First published:

Tags: AAP Gujarat, AAP news, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો