સુરત: વિદ્યાર્થિઓને ટેબ્લેટ ન મળતા 'આપ'ની છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ વહીવટી વિભાગે તાળું માર્યું

સુરત: વિદ્યાર્થિઓને ટેબ્લેટ ન મળતા 'આપ'ની છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ વહીવટી વિભાગે તાળું માર્યું
વહીવટી વિભાગને તાળું માર્યું.

કેૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2019-20માં જે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે રૂપિયા ભર્યા હતા તેમને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી.

  • Share this:
સુરત: રાજ્ય સરકારની 'નમો ટેબ્લેટ' (Namo Tablet) યોજના અંતર્ગત ડિપોઝિટ (Deposite) ભરનાર વિદ્યાર્થીઓમાંથી દોઢ વર્ષ બાદ અનેક વિદ્યાર્થીનીઓને ટેબ્લેટ પ્રાપ્ત ન થતા આમ આદમી પાર્ટી (Aam adami party) છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા યુનિવર્સિટીમાં દેખાવો કર્યો હતો. સમિતિએ વહીવટી વિભાગને તાળા માર્યા હતા. આ દરમિયાન કુલપતિ, રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરવા ગયેલા છાત્રોની પોલીસે અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કેૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2019-20માં જે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે રૂપિયા ભર્યા હતા તેમને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી. જેથી વિદ્યાર્થીઓએ 15મી માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે, હજી સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં ન આવતા આખરે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વહીવટી વિભાગને તાળાંબંધી કરવામાં આવી હતી.આ પણ વાંચો: Term Life Insurance: આ કારણે મોત થાય તો નથી મળતું વળતર, પૉલિસી લેતા પહેલા જાણી લો શરતોઆ સાથે કુલપતિને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે છે એ તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર ગેસના બાટલા ચોરતો હિસ્ટ્રીશીટર 'બાટલો' ઝડપાયો

વર્ષ 2019-20માં જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં હતા અને જેમણે ટેબ્લેટ માટે હજાર રૂપિયાની ડિપોઝિટ ભરી હતી તેવા અનેક વિદ્યાર્થીઓને હજી સુધી આજે દોઢ વર્ષ જેટલો સમયવિત્યા છતાં ટેબ્લેટ મળ્યા નથી. બધા જ વિદ્યાર્થીઓને કૉલેજ દ્વારા એક હજાર રૂપિયાની સ્લીપ પણ આપવામાં આવી છે. આ અંગે કૉલેજ પ્રશાસનને પૂછવામાં આવતા તેમનું કહેવું છે કે, અમને ઉપરથી હજી સુધી ટેબ્લેટ પ્રાપ્ત થયા નથી.

આ પણ વાંચો: અમદાવાદ: દંપતીની હત્યા કરનારા આરોપીઓ અગાઉ નવરંગપુરામાંથી ઊભી પૂછડીએ ભાગ્યા હતા, જુઓ સીસીટીવી

બીજી તરફ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે, જો ટેબ્લેટ પ્રાપ્ત થાય એવું ન હોય અથવા વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળવાપાત્ર નથી તો છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજી સુધી વિદ્યાર્થીઓને તેમના રૂપિયા પરત કરવામાં કેમ નથી આવ્યા? કરોડો વિદ્યાર્થીઓના રૂપિયા સરકાર પાસે છે તો સરકારે વ્યાજ સાથે આ રકમ પરત કરે.
Published by:Vinod Zankhaliya
First published:March 16, 2021, 16:01 pm

ટૉપ ન્યૂઝ