સુરત : AAPના કાર્યકર સંજય 'તોરી'ને આપત્તિજનક પોસ્ટ ભારે પડી, સાઇબરક્રાઇમે કરી ધરપકડ

સુરત : AAPના કાર્યકર સંજય 'તોરી'ને આપત્તિજનક પોસ્ટ ભારે પડી, સાઇબરક્રાઇમે કરી ધરપકડ
સુરત સાયબર ક્રાઈમ ફાઇલ તસવીર

સમગ્ર મામલે પોસ્ટ વાયરલ કરનાર આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને પૂણાના બિલ્ડર સંજય ઉર્ફે સંજય તોરી લાલજીભાઈ ડાંગર ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

  • Share this:
સુરત શહેરમાં નવા વિપક્ષ તરીકે જોડાયેલી આમ આદમી પાર્ટીના કાર્યકરે એક એવું કૃત્ય કર્યું કે જેના કારણે તેને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે આ કાર્યકર્તાએ કોરોના કાળમાં સરકારની કામગીરી સામે સવાલો કરીને સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નો ફોટો મૂકી " આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ લાખો બેનોના માથાના સીન્દુર ભુસી નાંખ્યા. ચુનાવજીવી " જેવું લખાણ લખી વાયરલ કર્યો હતો.

જોકે આ વાતની જાણ સાઇબર ક્રાઇમને થતા સમગ્ર મામલે સાયબર ક્રાઈમે તપાસ કરી પોસ્ટ વાયરલ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને પુણાનાં બિલ્ડર સંજયની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


વીઓ : સુરતના કેટલાક એવા તત્વો છે કે જે કોરોનાનાં કહેરને લઈ સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર લખાણ કરે છે.

જોકે આ પ્રકારના કૃત્યોને કારણે શહેરની સુખ શાંતિ ભંગ થાય તેવા લોકો વિરોધ સાયબર ક્રાઇમ એ પોતાની કાર્યવાહી સક્રિય કરી હતી. જેમાં સાઇબર ક્રાઇમ દ્વારા કરાતા સોશિયલ મીડિયાના મોનીટરીંગ થકી સંજય નામના એક ઇસમે કોરોના કાળમાં સરકારની કામગીરી સામે સવાલ કરીને સોશિયલ મીડિયા ઉપર આપત્તિજનક "આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ લાખો બેનોના માથાના સીન્દુર ભુસી નાંખ્યા. ચુનાવજીવી "

આ પણ વાંચો : સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત

જેવું લખાણ લખ્યું હતું.  જો કે આ સમગ્ર પોસ્ટ સાઇબર ક્રાઇમ વિભાગના ધ્યાને આવતા તેણે આ પોસ્ટ વાયરલ કરનાર ઈસમ અંગેની તપાસ શરૂ કરી હતી અને તપાસમાં સોશિયલ મીડિયા પર લખાણ લખનાર આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral

જેથી પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ પોસ્ટ ગત 10મી તારીખ ના રાત્રિના સમયે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સમગ્ર મામલે પોસ્ટ વાયરલ કરનાર આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને પૂણાના બિલ્ડર સંજય ઉર્ફે સંજય તોરી લાલજીભાઈ ડાંગર ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:May 14, 2021, 14:01 pm

ટૉપ ન્યૂઝ