સુરતઃ બહેનની પ્રેગ્નન્સી માટે યુવકે કાર આપી મિત્ર પાસે લીધા એક લાખ, મિત્રએ બારોબાર કાર ભરવાડ યુવકો પાસે મુકી ગીરવે

સુરતઃ બહેનની પ્રેગ્નન્સી માટે યુવકે કાર આપી મિત્ર પાસે લીધા એક લાખ, મિત્રએ બારોબાર કાર ભરવાડ યુવકો પાસે  મુકી ગીરવે
પ્રતિકાત્મક તસવીર

નિકુંજે કાર્તિકને  ધમકી આપી હતી કે મારા ઘરે કાર માંગવા આવતો નહીં. હવે આવીશ તો ગામમાં રહેવા દઇશ નહીં એવી ધમકી આપી હતી.

  • Share this:
સુરતઃ શહેરમાં યુવાને પોતાની બહેનની પ્રેગ્નન્સી (sister's pregnancy) માટે રૂપિયાની જરૂર હોવાને લઈએં જમીન દલાલ મિત્ર (Land broker friend) પાસે એક લાખ રૂપિયા લઈને પોતાની ગાડી આપી હતી. જમણી દલાલ મિત્રએ આ ગાડી ફાઇનસર (Finiser) પાસે ગીરવે મૂકી 2.50 લાખ લઇ લેતા યુવાને મિત્ર જમીન દલાલ સામે નોંધાવી ફરિયાદ

સુરતમાં સતત છેતરપિંડી અને અને ઠગાઈની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે આ વખતે એક મિત્રએ બીજા મિત્ર સાથે કરી છે ઠગાઈ સુરત ના ડુમસ રોડ સ્થિત નવા મગદલ્લા ગામના ખેડવાય સ્ટ્રીટમાં રહેતા કાર્તીક રતિલાલ પટેલ એ માર્ચ 2020માં બહેનની પ્રેગ્નેન્સીના ખર્ચ માટે મિત્ર નિકુંજ હરીશ પટેલ પાસેથી રૂપિયા એક લાખ ઉછીના લીધા હતા.જોકે તે માટે ગાડીની જરૂરિયાત હોવાને લઈને કાર્તિકે પોતાની ગાડી અને તેની આરસી બુક પોતા મિત્ર નિકુંજને આપી હતી. જોકે નિકુંજે આ ગાડીને ફાઇનસર પાસે ગીરવે મૂકીને રૂપિયા 2.50 લાખ ઉપાડી લીધા હતા. જોકે કાર્તિક ગાડી માંગવા જતા નિકુંજે આ ઉછીના રૂપિયા લીધા છે તે પરત આપશે ત્યારે ગાડી આપશે તેવું કહીંયુ હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! ભાભીએ નણંદને કહ્યું "ક્યાં ગઈ પેલી લુખ્ખી?", ભાઈએ પત્નીનો લીધો પક્ષ

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

ત્યાર બાદ મિત્ર હોવાને લઈને કાર્તિક કઈ બોલ્યો નહિ પણ નવેમ્બર 2020માં 1 લાખ રૂપિયા નિકુંજને પરત આપી દઇ પોતાની કારની માંગણી કરી હતી. પરંતુ નિકુંજે વાયદા કર્યા હતા. અને કાર્તિકની ગાડી આપતો નહિ હોવાને લઈએં કાર્તિકે તપાસ કરી ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

આ પણ વાંચોઃ-રાજકોટ : 'તું હવે મને નથી જોઈતી', પત્ની બે વખત બાઇક પરથી પડી ગઈ, રસ્તા વચ્ચે પત્નીને છોડી પતિ જતો રહ્યો

આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

મિત્રમાં આપેલા ઉછીના રૂપિયાની જગ્યાએ ગાડી આપો તો મિત્ર નિકુંજે આઇ 20 કાર પાંડેસરાના વિજય ભરવાડ અને રઘુ ભરવાડ પાસે ગીરવે મુકી રૂ. 2.50 લાખ લીધા છે. જોકે તાત્કાલિક કાર્તિક આ મામલે નિકુંજ પાસે જઇને આવું કેમ કર્યું અને તારી પાસેથી લીધેલા રૂપિયા આપી દીધા છે તો ગાડી પછી આપ.અમ કહેતા નિકુંજે કાર્તિકને  ધમકી આપી હતી કે મારા ઘરે કાર માંગવા આવતો નહીં. હવે આવીશ તો ગામમાં રહેવા દઇશ નહીં એવી ધમકી આપી હતી. જેને પગલે કાર્તીકે નિકુંજ વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેને લઈએં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:ankit patel
First published:March 01, 2021, 16:17 pm

ટૉપ ન્યૂઝ