સુરતઃ હીરા વેપારીને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા રૂપિયા, માર્યો ઢોર માર

News18 Gujarati
Updated: March 20, 2019, 4:26 PM IST
સુરતઃ હીરા વેપારીને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા રૂપિયા, માર્યો ઢોર માર
હનીટ્રેપમાં સુરતના એક હીરા વેપારી સંપડાયા છે.

વેપારીની પોલીસ ફરિયાદને આધારે સુરત પોલીસે એક મહિલા સહિત 3ની ધરપકડ કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સુરતમાં ફરી વખત એક હનીટ્રેપનો કિસ્સા સામે આવ્યો છે. આ વખતે હનીટ્રેપમાં સુરતના એક હીરા વેપારી સંપડાયા છે. જેમની પાસેથી દાગીના, એટીએમ કાર્ડ સહિત રોકડ પડાવી લેવામાં આવી છે. આટલું જ નહીં, તેમને ઢોર માર પણ મારવામાં આવ્યો છે. આ અંગે વેપારીની પોલીસ ફરિયાદને આધારે સુરત પોલીસે એક મહિલા સહિત 3ની ધરપકડ કરી છે.

સુરતના એક હીરાના વેપારીએ પોતે હનીટ્રેપમાં ફસાયા હોવાની પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હેનીટ્રેપ મારફતે તેમની પાસેથી સોનાની ચેઇન, એટીએમ કાર્ડ, રોકડા સહિત 1 લાખથી વધુ રકમ પડાવી લેવામાં આવી છે.

આટલું જ નહીં, વેપારી પાસેથી નાણાંની માગ કરાઇ હતી અને તેમની પાસે રહેલાં દાગીના, એટીએમ કાર્ડ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરાયો હતો. વેપારીએ આ અંગે ઇન્કાર કરતાં તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં ચોકીદારની હત્યા, પોલીસે ફરાર પત્નીની શોધખોળ શરૂ કરી

હીરાના વેપારીની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરાઇ રહી છે.
First published: March 20, 2019, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading