સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા ઉપર જીવલેણ હુમલો, પોલીસ સ્ટેશન બહાર યુવકોનો હંગામો

સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર જીવલેણ હુમલો થયાની ઘટના બની છે.

News18 Gujarati
Updated: June 11, 2018, 10:51 PM IST
સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા ઉપર જીવલેણ હુમલો, પોલીસ સ્ટેશન બહાર યુવકોનો હંગામો
સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર જીવલેણ હુમલો થયાની ઘટના બની છે.
News18 Gujarati
Updated: June 11, 2018, 10:51 PM IST
સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર જીવલેણ હુમલો થયાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અલ્પેશ કથીરિયા પર સોસાયટીમાં જ હુમલો થયો છે. સોમવારે સાંજે અભી જીરા અને તેના મિત્રો અલ્પેશ કથીરિયાને મળવા માટે તેની સોસાયટીમાં ગયા હતા. ત્યારે અભી જીરાએ તેના મિત્રો સાથે અલ્પેશ ઉપર હુમલો કર્યો હતો. હુમલા બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જ્યારે અલ્પેશ ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આનંદોલન સમયે હાર્દિક પટેલના નજીક ગણાતા અને અલ્પેશ કથીરિયા સક્રિય હતા.

વધુ મળતી માહિતી પ્રમાણે અભી જીરા અને તેના મિત્રો દ્વારા કરાયેલા હુમલામાં અલ્પેશ કથીરિયાની પીઠના ભાગે ઇજા પહોંચી છે. અલ્પેશના કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચવાની સાથે સાથે મોટી સંખ્યામાં યુવકો પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ લખાય ત્યારે અલ્પેશ કથીરિયાની ફરિયાદ લેવાની કામગીરી ચાલું છે.અલ્પેશ કથીરિયાનું શું કહેવું છે ?

ફરિયાદ નોંધાવ્યા બાદ અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેના ભાઇના પૈસા અંગેની બાબતમાં મારા પર હુમલો થયો છે. હું સાંજે સાત વાગ્યે મારા ઘર પાસે હતો ત્યારે ત્યારે ડસ્ટર ગાડીમાં પાંચ જેટલા લોકો મને મળવા આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, તારા ભાઇને સમજાવી દેજે એટલે મેં કહ્યું કે હા સમજાવી દઇ. ત્યારબાદ તેમણે લાકડાના ફટકા માર્યા અને ત્યાર બાદ ચપ્પાનો ઘા માર્યો હતો. કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હુમલો કરનાર પૈકી બે ત્રણને હું ઓળખું છું અને તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે. એસપી સાહેબે ફરિયાદ લઇને કામગીરી હાથધરી છે. અને ટીમો પણ રવાના કરી દીધી છે.આ ઘટના ખુબ જ શરમજનક છેઃ હાર્દિક પટેલે કર્યું ટ્વિટ

હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને આ ઘટનાને વખોડી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સુરત ના યુવા નેતા અલ્પેશ કથીરિયા પર ભાજપના અસામાજિક તત્વોએ હુમલો કર્યો.અલ્પેશ કથીરિયાની આંખ પર ઇજા. આ ઘટના ખુબ જ શરમજનક છે.

યુવકોએ પોલીસ સ્ટેશન બહાર કર્યો હંગામો

સુત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશને વધારે ઇજાઓ થઇ નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ ઉપર જીવલેણ હુમલો થતાં જ અનેક યુવાનો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. યુવાનોએ પોલીસ સ્ટેશન ઉપર હંગામો માચાવ્યો હતો. તેઓ રસ્તાઓ ઉપર ઉતરીને વાહનોને અટકાવી રહ્યા છે. જોકે, સ્થાનિક લોકોએ યુવાનોને સમજાવવાનો પ્રયત્ન કરાવા આવી રહ્યો છે.

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની પ્રતિક્રિયા

અલ્પેશ કથીરિયા ઉપર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા એસજીપીના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે, સમાજ માટે લડવાનો દરેકને અધિકાર છે. સમજાના યુવકો આવી રીતે સામે આવે ત્યારે તેમના ઉપર હુમલો થાય એ ખુબ જ નિંદનિય છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે અમે પ્રયત્નો કરીશું.

ભાજપના નેતા વરુણ પટેલનું શું કહેવું છે?

ભાજપના લોકો દ્વારા હુમલો કરવાના અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા વરૂણ પટેલે જણાવ્યું હતું કે, મારી લાગણી અલ્પેશ કથીરિયા સાથે છે. અને આવી સ્થિતિમાં સાથે રહીને એક યુવક ઉપર હુમલો કરનારા આરોપીઓને સજા થાય એ માટે કામ કરવું જોઇએ નહીં કે રાજનીતિ કરવી જોઇએ. તેણે કોંગ્રેસ ઉપર કટાક્ષ કરીને કહ્યું હતું કે, આવી સ્થિતિમાં કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે.
First published: June 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर