સુરતઃ પાવર લુમ્સમાં વપરાતી 90 ટકા મશીનરી ચાઈનીઝ, ફોગવાની સ્વદેશી મશીનગરી ઉત્પાદનની માંગ


Updated: July 3, 2020, 10:48 PM IST
સુરતઃ પાવર લુમ્સમાં વપરાતી 90 ટકા મશીનરી ચાઈનીઝ, ફોગવાની સ્વદેશી મશીનગરી ઉત્પાદનની માંગ
લૂમ્સની તસવીર

માત્ર મોબાઈલ એપ્લીકેશન પર પ્રતિબંધ મૂકવાથી એટલો મોટો ફાયદો થાય નહીં. ખરેખર તો સરકારે ચીનથી ભારતમાં આયાત થતી તમામ ચીજવસ્તુ પર રોક લગાવવી જોઈએ.

  • Share this:
સુરતઃ પાડોશી દેશ ચીન સાથે ચાલી રહેલાં ઘર્ષણના પગલે કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા 59 જેટલી મોબાઈલ એપ્લીકેશનના (chinese apps ban) વપરાશ પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે શહેરના વીવર્સ સંગઠન ફોગવા દ્વારા ચીનથી ટેક્સટાઈલ મશીનરીની (Textile machinery) આયાત કરવાના બદલે સ્થાનિક સ્તરે ટેક્સટાઈલ મશીનરીનું ઉત્પાદન કરી આત્મનિર્ભર બનવું જોઈએ તેવી માંગણી કરી છે.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે, માત્ર મોબાઈલ એપ્લીકેશન પર પ્રતિબંધ મૂકવાથી એટલો મોટો ફાયદો થાય નહીં. ખરેખર તો સરકારે ચીનથી ભારતમાં આયાત થતી તમામ ચીજવસ્તુ પર રોક લગાવવી જોઈએ. કાપડ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી મશીનરી પૈકી મોટા ભાગની ચીનથી આયાત થઈ હોય છે.

આ પણ વાંચોઃ-વ્યસનીઓ માટે ફરી માઠાં સમાચાર! સુરતમાં આ ત્રણ વિસ્તારોમાં પાનના ગલ્લા બંધ, જાણો ક્યારે ખુલશે?

સરકારે ભારતમાં જ ટેક્સટાઈલ મશીનરીનું ઉત્પાદન કરવાની વ્યવસ્થા ગોઠવી ઉદ્યોગકારોને આત્મનિર્ભર બનાવવા જોઈએ.   સુરતના કાપડ ઉદ્યોગમાં 6.50 લાખ વીવીંગ અને 1.50 લાખ એમ્બ્રોઈડરીના યુનિટ છે. આ એકમોમાં ઉપયોગમાં લેવાતી 90 ટકા મશીનરી ચાઈનીઝ છે. હજી ગયા વર્ષ સુધી દર મહિને 2થી 3 હજાર વોટરજેટ મશીનરી ચીનથી આયાત થતી હતી.

આ પણ વાંચોઃ-કોરોનાના હાહાકાર વચ્ચે સુરત સિવિલમાં મેડિકલ ઓફિસર ઓન ડ્યૂટી ગેમ રમતા ઝડપાયા, Video વાયરલ

લૂમ્સની તસવીર
હાલમાં વેપારી વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે  ચીન ઉપરાંત યુરોપ, જર્મની અને જાપાનથી મશીનો બને છે. યુરોપ, જર્મીન અને જાપાનની મશીનરી ચીનની સરખામણીએ ત્રણથી ચાર ગણી મોંઘી હોય છે. ચીનની મશીન 10 લાખમાં મળે તેની સામે જાપાનીઝ મશીનરીની કિંમત 35 લાખ હોય છે.

આ પણ વાંચોઃ-હવે થૂંકવા ઉપર GST! રાજકોટના નવા બસસ્ટોપ ઉપર મહિલાને થૂંકવા માટે GST સાથે રૂ.200નો દંડ

ભારતમાં હજુ હાઈટેક મશીનરીનું ઉત્પાદન થઈ રહ્યું નથી, તેથી ચીનથી મશીન આયાત કરવી પડે છે. જોકે, લૉકડાઉન બાદ વેપાર માંદો થયો હોય હાલ તો મશીનની આયાત સાવ અટકી પડી છે.  માંદો વેપાર અને ચીન સાથે ઘર્ષણની પરિસ્થિતિ વચ્ચે ઉદ્યોગકારોએ મશીનરીના ઓર્ડર અટકાવી દીધા છે. ઉદ્યોગકારો હવે અન્ય વિકલ્પ વિચારવા માંડ્યા છે. પરંતુ સરકાર દ્વારા પણ યોગ્ય રીતે પોલિસિ તૈયાર કરવી જોઇએ.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કર્ફ્યૂમાં 20થી વધુ લોકોએ ભેગા મળી તલવારથી કેક કટિંગ કર્યું, બે નબિરા ઝડપાયા

અમદાવાદઃ મુસ્લિમ બિરદરોએ આર્મી જવાનો માટે દુવાઓ કરી, ચીનની વસ્તુઓની બહિષ્કાર સાથે વિરોધ નોંધાવ્યો
ભારત અને ચીન સરહદમાં પર કવાણ પૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે . યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે . ત્યારે અમદાવાદ ખાતે મુસ્લિમ બિરાદરોએ ચીન વસ્તુઓનો બાયકોટ અને ભારતીય સૈન્યનો ઉત્સાહ વધારવા મસ્જીદમી દુવાઓ કરી હતી.

વિરોધ નોંધાવતા મુસ્લિમ બિરાદરો


અમદાવાદ શહેરના લાલ દરવાજા જુની જુમ્મા મસ્જીદ ખાતે ઈન્ડિયન આર્મી માટે દુઆઓ તથા સપોર્ટ ઇન્ડિયન આર્મીના પ્લે કાર્ડ દર્શાવી ચીનનો વિરોધ અને ચીનની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવામા આવે તેવી અપીલ કરી .આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા વોર્ડ પ્રમુખ મુબિન કાદરી તથા મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ તથા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા.
First published: July 3, 2020, 10:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading