કિર્તેશ પટેલ, સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં માછલા ખાધા બાદ ફૂડ પોઇઝિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરાના કૃષ્ણ નગર વિસ્તારમાં માછલી ખાધા બાદ પરિવારના સાત સભ્યોને ફૂડ પોઇઝનિંગ થઈ જતા સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. સી ફૂડ આરોગ્યા બાદ તબિયત બગડવાની આ ઘટનામાં મૂળ ઓરિસાનો પરિવાર ઝપેટમાં આવ્યો છે.
તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે પાંડેસરાના કૃષ્ણનગરમાં રહેતા ઓરિસાના પરિવારે સસ્તાભાવની ઢગલાની માછલી ગત રાત્રે ખરીદી હતી. પરિવારે રૂ. 140ની કિલોના ભાવે ખરીદેલી માછલી ખાધા બાદ ઉલટી અને ચક્કર આવવાની ફરિયાદ જોવા મળી હતી. ઉલટીના પગલે તમામ લોકોનો સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
આ ઘટનામાં બહેરા પરિવારના સાત સભ્યો બીમાર થાય છે, જેમાં 21 વર્ષીય સગર્ભાનો સમાવેશ પણ થાય છે. અહેવાલ મુજબ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી વ્યક્તિમાં સંગીતા ગોકુલ બહેરા ઉં.વ 19, ભારતી ઉં.વ નરસિંહ બહેરા 19 ,ગુલાબ રામકૃષ્ણ બહેરા ઉં.વ 23 , કુમકુમ ગોકુલ બહેરા ઉ.વ 15, અમલી ગોકુલ બહેરા ઉં.વ 40 ,સપના ઉ.વ 21 (સગર્ભા) અને તેના પતિ ને પણ અસર, રાજેશ ગોકુલ બહેરા ઉં.વ 16નો સમાવેશ
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર