Home /News /south-gujarat /

સુરત : નહેરની પાઇપ લાઈનમાં ફસાયેલો કચરો કાઢવા ઉતરેલા આધેડનું મોત

સુરત : નહેરની પાઇપ લાઈનમાં ફસાયેલો કચરો કાઢવા ઉતરેલા આધેડનું મોત

ફાયર બ્રિગેડે આધેડને બહાર કાઢ્યા હતા પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.

સુરત શહેર અને કામરેજ વચ્ચે આવેલી પાઇપલાઇનમાં કચરો ફસાઈ જતા એક આધેડ 20 ફૂટ સુધી અંદર ઉતર્યા હતા

સુરત : શહેરના છેવાડે આવેલ સિંચાઈ વિભાગની નહેરમાં ફસાયેલો કચરો બહાર કાઢવા ઉતરેલા આધેડનું મોત થયું છે. આધેડ પાઇપમાં ફસાઈ ગયાનો કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ બનાવ વાળી જગ્યા પર પહોંચીને આધેડને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમની મહેનત સફળ થાય તે પહેલાં આધેડે દમ દોડી નાંખ્યો હતો.

બનાવની વિગત એવી છે કે સુરત શહેર અને કામરેજ વચ્ચે આવેલ ગામડાને પાણી પૂરી પાડતી ઉકાઈ ડેમની કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા તેમાં પાણી છોડવામાં આવ્યુ હતું. જોકે એક જગ્યા પર પાઇપ લાઇનમાં કચરો ફસાઈ જતા પાણી આવતું નહોતું જેથી ખડસદ  ગામ નજીકની નહેરમાં એક આધેડ નામ મનહર ભાઈ પાણી ન આવતું  હોવાને લઇને પાઇપ લાઈનમાં કચરો કાઢવા 20 ફૂટ અંદર સુધી ગયો હતો.

જોકે થોડા સમય બાદ આ બાબતે સ્થનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણકારી આપી હતી. જેથીફાયર વિભાગ બનાવ વાળી જગ્યા પર પહોંચીને તાત્કાલિક આ આધેડને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ શરુ કર્યુ હતું.પાણીના ફ્લો વચ્ચે ફાયર વિભાગ દ્વારા આ આધેડને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. આધેડને સારવાર  માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવે તે પહેલાં આ આધેડે દમ તોડી નાખ્યો હતો.

આ પણ વાંચો :  ગાંધીનગર : મોડાસામાં યુવતિની હત્યા મામલે નવો વળાંક, BJP MLA ભરવાડ સમાજના સમર્થનમાં આવ્યા

કામરેજ અને સુરત શહેર વચ્ચે આ પાઇપલાઇનના માધ્મયથી ઉકાઈ ડેમનું પાણી પુરૂં પાડવામાં આવે છે.


આધેડ આ પાઇપ લાઇનમાં કેવી રીતે ઉતર્યો તે અંગે કોઈ કારણ સ્થાનિક લોકો આપી શક્યા નથી. સ્થાનિકોએ આ મામલે કામરેજ પોલીસને જાણકારી આપતા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર પહોંચી અને આ મામલે તપાસ શરુ કરી છે.
First published:

Tags: Cleaning, મોત, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन