સુરત : લૉકડાઉનમાં કોવિડ 19ની કામગીરી ન કરવા બદલ 400 શિક્ષકોને નોટિસ


Updated: May 23, 2020, 1:00 PM IST
સુરત : લૉકડાઉનમાં કોવિડ 19ની કામગીરી ન કરવા બદલ 400 શિક્ષકોને નોટિસ
પ્રતિકાત્મક તસવીર

કોવિડ-19ની   કામગીરીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 400થી વધુ શિક્ષકોની કામગીરીમાં ઢીલ અને બેદરકારી જોવા મળી હતી.

  • Share this:
સુરત : કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લૉકડાઉન વચ્ચે  કોવિડ-19ની   કામગીરીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 400થી વધુ શિક્ષકોની કામગીરીમાં ઢીલ અને બેદરકારી જોવા મળી હતી. તંત્ર દ્વારા તેમને પોતાનું   હેડ ક્વાટર્સ છોડવાની મનાઈ હોવા છતાં અનેક શિક્ષકો સુરત બહાર જતા રહ્યા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ પણ કામગીરી નથી કરવામાં આવી. જોકે કામગીરી દરમિયાન ગેરહાજર રહેતા તમામ શિક્ષકો એક યાદી તૈયાર કરીને તેમને નોટિસ આપવામાં આવી છે અને 400 જેટલા શિક્ષણ નોટિસ સાથે જવાબ પણ માંગવામાં આવ્યા છે.

કોરોના વાયરસને કારણે એક બાજુ લૉકડાઉન ચાલે છે. ત્યારે સુરત પર આવી પડેલી આફતમાં તંત્ર દ્વારા કોવિડ-19ની કામગીરીમાં  મહાનગર પાલિકાના  સ્ટાફ સાથે  સુરત  શિક્ષણ સમિતિના શિક્ષકોને પણ જોડી દેવાયા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તમામ શિક્ષકોને પોતાનું  હેડ ક્વાટર્સ સુરત ન છોડવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો. છતાંય કેટલાક શિક્ષકોએ  આ આદેશને અવગણીને  શિક્ષકો અમદાવાદ, વડોદરા કે અન્ય શહેરોમાં પહોંચી ગયા હતા.જોકે મહાનગર પાલિકા દ્વારા આ શિક્ષકો કામગીરી માટે  ઓર્ડર કાઢ્યા માલૂમ પડેલ હતું કે, આદેશ વચ્ચે શિક્ષકો પોતાના  હેડ ક્વાટર્સ હાજાર નથી સાથે સાથે  તંત્ર દ્વારા કરવામા આવેલી કામગીરીમાં પણ કેટલાક શિક્ષકો હાજર હોવા છતાં કામગીરી કરી ન હતી.  કેટલાક શિક્ષકોએ કામગીરી સોંપવામાં આવી હતી.  તેમા બેદરકારી દાખવી હતી.

આ પણ વાંચો - કોરોનાને માત આપી અમદાવાદનાં આ ડૉક્ટરે નવજાત દીકરીને નહીં પરંતુ દર્દીઓની સેવાને આપ્યું પ્રાધાન્ય

કેટલાક શિક્ષકો તો સુરતમાં  હોવા છતાં પણ ફરજ  પર હાજર રહ્યાં ન હતા. આવા 400થી વધુ શિક્ષકોને  શોધીને મહાનગર પાલિકાના તંત્ર અને શિક્ષણ સમિતિ દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે. દરમિયાન હાલ ઈદ સામે હોવાથી શિક્ષણ સમિતિએ લઘુમતિ શિક્ષકો માટે ત્રણ દિવસની રજા આપીને ત્યાર બાદ ફરીથી કામગીરીમાં જોડાવવા માટેની સૂચના આપી છે. જેનો અમલ પણ આવતીકાલથી થઈ જશે.  તંત્ર દ્વારા આગામી દિવસ આવા કર્મચારી પર લાલ આંખ કરીને શિક્ષાત્મક પગલા પણ ભરવાની તૈયારી કરી લીધી છે.

આ પણ જુઓ -  
First published: May 23, 2020, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading