સુરત: 25 ફેબ્રુ.એ ''રન ફોર ન્યુ ઇન્ડિયા''માં PM મોદી હાજર રહેશે

News18 Gujarati
Updated: February 11, 2018, 8:55 PM IST
સુરત: 25 ફેબ્રુ.એ ''રન ફોર ન્યુ ઇન્ડિયા''માં PM મોદી હાજર રહેશે
ગુજરાતમાં પહેલી વખત દિલ્હીના પ્રખ્યાત મૂંગફલી પરફોર્મન્સ કરશે...

ગુજરાતમાં પહેલી વખત દિલ્હીના પ્રખ્યાત મૂંગફલી પરફોર્મન્સ કરશે...

  • Share this:
25મી ફેબ્રુઆરીએ શહેરમાં યોજાનારી નાઇટ મેરેથોન ''રન ફોર ન્યુ ઇન્ડિયા''માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે, અને ફ્લેગ ઓફ કરશે. સુરત ફ્યુચર ફાઉન્ડેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા રન ફોર તાપી બાદ ''રન ફોર ન્યુ ઇન્ડિયા'' નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મેરેથોનને ફલ્ગ ઓફ કરશે. ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયાનાં સંકલ્પને સાકાર કરવા માટે ભારતમાં પહેલી વખત જ સુરતમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

રન ફોર ન્યુ ઇન્ડિયાના થીમ પર 25મી ફેબ્રુઆરીએ શહેરમાં નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આ મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહીને મેરેથોનમાં ભાગ લેનારાઓને ફ્લેગ ઓફ કરશે. આ અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર માહિતી આપવામાં આવી હતી. સુરત ફ્યુચર ફાઉન્ડેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા '' રન ફોર તાપી '' બાદ ''રન ફોર ન્યુ ઇન્ડિયા'' નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ફ્યુચર ફાઉન્ડેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા તાપી શુદ્ધિકરણ માટે '' રન ફોર તાપી ''નાં આયોજન બાદ ન્યુ ઇન્ડીયાના સંકલ્પને સાકાર કરવા માટે ભારતમાં પેહલી વાર જ '' રન ફોર ન્યુ ઇન્ડીયા '' નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરવા માટે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રઘુવીર પાર્ટી પ્લોટ પાસેથી પી.એમ મોદી ફ્લેગ ઓફ કરી આ મેરેથોન દોડની શરૂઆત કરશે.

આયોજક આર.સી. શાહે જણાવ્યું કે, રન ફોર ન્યુ ઇન્ડિયાની થીમ ઉપર અમો દ્વારા આયોજન કરવામાં આવેલ છે જે આયોજનમાં ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. મેરેથોન દોડ તો ભારતમાં થતી રહે છે પરંતુ આ વખતે જે દોડ યોજાઇ રહી છે તે ખાસ કરીને નવા ભારતની થીમ ઉપર આધારિત છે તેથી જ વડાપ્રધાન દ્વારા આ કાર્યક્રમ માટે હા પાડવામાં આવી છે.

આયોજન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં સરકારની અલગ અલગ સ્કીમો લોકો સુધી પહોંચે તે માટે ખાસ આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ દોડમાં 1.50 લાખ જેટલા લોકો ભાગ લેશે તે માટે અમારા દ્વારા પુરતી વ્યવસ્થા ગોઠવ દેવામાં આવી છે.

આ નાઈટ મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ સી.એમ વિજય રૂપાણી સહીત સુરતનાં સાંસદ અને ધારાસભ્યો પણ હાજરી આપશે. આ મેરેથોન દોડમાં પ્રચાર પ્રસાર માટે પહેલી વખત જ મુંબઈ, મદાવાદ, ગુડગાંવ, કોલકત્તા, પુણે, વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી, બારડોલી, વ્યારા, વડોદરા જેવા શહેરમાં અલગ-અલગ બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે, અને આ મેરેથોન દોડને એન્ટરટેનમેન્ટ દોડ બનાવવા માટે ખાસ ગુજરાતમાં પહેલી વખત દિલ્હીના પ્રખ્યાત મૂંગફલી પરફોર્મન્સ કરશે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

સ્ટોરી - આનંદ પટણી
First published: February 11, 2018, 8:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading