સુરત : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) થર્ટી ફર્સ્ટની (31st december) રાત્રે નશો (Drunk) કરીને ઉજવણી કરતાં લોકોની પોલીસે ( Police) રાત્રે ધરપકડ (arrest) કરી હતી. સુરતમાં રાત્રિ દરમિયાન પોલીસે પેટ્રોલિંગ કરીને 230 જેટલા લોકો સાથે ડુમસથી 3 ટીઆરબી (TRB) જવાનને પણ ઝડપી લીધા હતાં.
સમગ્ર દેશભરમાં નવા વર્ષની ઉજવણી ભારેધૂમધામ પૂર્વક ઉજવામાં આવી ત્યારે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા ગુજરાત પોલીસ સઘન પ્રયાસો કર્યા હતાં. દક્ષિણ ગુજરાત સુરતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતાં લોકોમાંથી વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નશાની હાલતમાં લોકો ઝડપાયા હતાં.
શહેરના પાંડેસરા, સચિન GIDC, ઉમરા, રાંદેર, અડાજણ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું આખી રાત વાહન ચેકિંગ રહ્યું હતું. જેમાં 230 જેટલા લોકો ઝડપાયા હતાં. જોકે ઝડપાયેલા લોકોમાં 3 ટીઆરબી જવાનનો પણ ઝડપાઈ ગયા હતા.
આ જવાનો સુરતના ડુમસ રોડ પર ફરજ બજાવતા હતા ત્યારે નશો કરેલી હાલતમાં ઝડપાતા તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાત્રિ દરમિયાન પોલીસ મેડિકલ માટે આરોપીઓને સિવિલ હૉસ્પિટલ લાવી હતી. શહેરની સિવિલ હૉસ્પિટલ પણ પીધેલાથી ઉભરાઈ હતી. પોલીસે દારૂના નશામાં ફરતા લોકો ને પકડી પાડવા ખાસ અલગ અલગ ટિમ પણ બનાવી હતી અને 31stની પાર્ટી કરનારાઓના રંગમાં ભંગ પડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર