સુરત: 10 લોકોની ટોળકીએ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો, બ્લેકમેઇલ કરી રૂ. 1.26 કરોડ પડાવી લીધા

સુરત: 10 લોકોની ટોળકીએ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો, બ્લેકમેઇલ કરી રૂ. 1.26 કરોડ પડાવી લીધા
પ્રતીકાત્મક તસવીર

10 જેટલા લોકો એક યુવકને વેપારની લાલચ આપીને એક દુકાનમાં લઈ ગયા હતા. અહીં યુવક વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું.

  • Share this:
સુરત: સુરત શહેરમાં એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં 10 જેટલા લોકો એક યુવકને વેપાર (Business)ની લાલચ આપીને એક દુકાનમાં લઈ ગયા હતા. અહીં યુવક વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાદમાં આ કૃત્યનો વીડિયો વાયરલ (Viral video) કરવાની ધમકી આપીને યુવક પાસેથી 1.26 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આટલા રૂપિયા પડાવ્યા છતાં યુવકને બ્લેકમેઇલ (Blackmailing) કરનારા લોકોની માંગણી શરૂ જ રહી હતી. બીજી તરફ ઘરમાંથી રૂપિયા ગાયબ થવા બાબતે પિતાએ તેના પુત્રની પૂછપરછ કરી હતી. જે બાદમાં પુત્રએ તેની સાથે બનેલી ઘટનાની પિતાને કહી સંભળાવી હતી. જે બાદમાં પિતાએ 10 લોકોની ટોળકી સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ મામલે પોલીસ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીના રુંવાટા ઊભા થઈ જાય. અહીં રૂપિયા પડાવવા માટે એક ટોળકીએ એવું કૃત્ય કર્યું હતું કે જેના વિશે સાંભળીને જ ધ્રુણા જન્મે. સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવક બીબીએનો અભ્યાસ કરે છે. તેના પિતા દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છ માસ અગાઉ યુવકના પિતાએ તબેલો વેચી દેતા તેમની પાસે રૂપિયા દોઢ કરોડ જેવી રકમ આવી હતી. આ વાત યુવકના કેટલાક મિત્રો જાણતા હતા. જે બાદમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા નજીકના મિત્રોએ યુવક પાસેથી રૂપિયા પાડવાનો પ્લાન ઘડ્યો હતો.આ પણ વાંચો: રાજકોટ: લાલચૂ સાસરિયાઓએ પુત્રવધૂને કહ્યું, 'નોકરી કરે છે તો પગાર ઘરમાં આપવો જ પડશે'

કતારગામ લલિતા પાર્કમાં રહેતા જયદીપ અરવિંદ ટાંકે આ અંગે યોજના ઘડી હતી. આ માટે જયદીપે તેના મિત્રોની મદદ લીધી હતી. જયદીપે પહેલા કતારગામ આંબાવાડી સોનલ પાર્કમાં રહેતા લાખા ઉર્ફે ભરત બોધા સાટીયાને યુવક પાસે કરોડો રૂપિયા આવ્યા હોવાની જાણ કરી હતી. બાદમાં લાખા તેના ભાઇ ભોળા, વિજય તેમજ કતારગામ નંદનવન સોસાયટીમાં રહેતા સાગર સાટિયા, ભોલા મેર, કનો સાટિયા, કતારગામા બંબાગેટ પાસે રહેતા કરણ ત્રિવેદી, વૃંદાવન સોસયટીમાં રહેતા જેનીશ કલસરીયા અને રોમા સાટિયાએ પીડિત યુવક સાથે મિત્રતા કરી હતી.

આ પણ વાંચો: બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

મિત્રતા બાદ તમામ લોકોએ પીડિત યુવકને વેપાર માટે બોલાવ્યો હતો અને તેને સેનિટાઇઝરનો ધંધો કરવાની લાલચ આપી હતી. બાદમાં આ ટોળકી યુવકને બિઝનેસના બહાને એક દુકાનમાં લઇ ગયા હતા. અહીં લાખાએ યુવક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હતું. અન્ય લોકોએ આ કૃત્યનો વીડિયો ઉતારી લીધો હતો. જે બાદમાં આ ટોળકીએ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ધમકી આપીને તમામે છ મહિના દરમિયાન યુવક પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 1.26 કરોડ પડાવી લીધા હતા. એટલું જ નહીં, ટોળકીએ યુવક પાસેથી સાત જેટલા મોબાઇલ ફોન અને એક ઘડિયાળ પણ પડાવ લીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એપ્રિલથી કાર અને ટુ-વ્હીલર માટે ફરીથી ટોલ ટેક્સ શરૂ થશે? જાણો હકીકત

આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાં હવેથી રાત્રે મોબાઇલ કે લેપટોપ ચાર્જ નહીં થાય, રેલવેએ જણાવ્યું કારણ

યુવકે પોતાની આબરૂ બચાવવા માટે આ વસ્તુઓ અને રોકડા રૂપિયા આપી દીધી હતી. જોકે, ટોળકીની માંગણી ચાલુ જ રહી હતી. ટોળકીએ આટલી રકમ પડાવ્યા બાદ પણ વધારે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બીજી તરફ ઘરમાંથી પૈસા ગાયબ થતા પિતાએ તેના પુત્રની પૂછપરછ કરી હતી. આ દરમિયાન પુત્રએ તેની સાથે બનેલી ઘટના અંગે પિતાને જણાવ્યું હતું. પુત્રની વાત સાંભળતા જ પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પુત્રને સાથે રાખીને કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા દોડ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:April 01, 2021, 09:10 am

ટૉપ ન્યૂઝ