Home /News /south-gujarat /

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સુરતમાં 70 ટકા થયું મતદાન

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સુરતમાં 70 ટકા થયું મતદાન

પ્રથમ તબક્કાનું મતદાન સાંજે પાંચ વાગે પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જોકે, જેઓ મતદાતાઓ ટોકન લઈને ઉભા હતા, તેમને વોટિંગ કરવા દેવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાન ઈલેક્શનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસણ જામ્યું છે. આ વખતે પરિબળો બદલાતા કોંગ્રેસને સત્તા મળે તેવી આશા બંધાણી છે, તો બીજી બાજુ ભાજપ પોતાની સત્તાને જાળવી રાખવા માટે એડીચોટીનો જોર લગાવી રહી છે. પ્રથમ તબક્કાના ઈલેક્શનમાં સુરત જિલ્લામાં વોટિંગની શરૂઆત વહેલી સવારથી ગઈ હતી. સુરતમાં પહેલા એક કલાકમાં જ 7 ટકા વોટિંગ થઈ ગયું હતું.  જ્યારે બીજા એક કલાકમાં પણ 7 ટકા વોટિંગ થતાં ટોટલ બે કલાકમાં 14 ટકા વોટિંગ થઈ ગયું હતું.  જ્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન નોંધાયું હતું.

સુરતમાં સાંજના પાંચ વાગ્યા  સુધીમાં રેકોર્ડ બ્રેકિંગ  70 ટકા વોટિંગ થઈ ગયું છે. લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જોકે, ઘણા બધા ઈવીએમ મશીનોમાં ખામી સર્જાતા મતદાઓની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. તો બીજી બાજું કોંગ્રેસના નેતાઓએ સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું.

સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં 40.28 લાખ મતદારો છે. સરળ રીતે વોટિંગ થઈ શકે તે માટે જિલ્લાભરમાં 4397 બુથો પર 30,000 કર્મચારીઓને ઉભા પગે રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત કોઈ અણબનાવ ના બને તે માટે 7500થી વધારે પોલીસ જવાનોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, સુરત

આગામી સમાચાર