સુરત: 14 દિવસની બાળકી કોરોના સામે જંગ હારી, જન્મ બાદ માતાનો ચેપ લાગ્યો હતો

સુરત: 14 દિવસની બાળકી કોરોના સામે જંગ હારી, જન્મ બાદ માતાનો ચેપ લાગ્યો હતો
સારવાર લેતી બાળકી.

બાળકીને જન્મ બાદ ચેપ લાગ્યો હોવાથી સારવાર માટે દાખલ કરાઈ હતી. તેને રેમડેસિવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું.

 • Share this:
  સુરત: સુરતની ડાયમંડ હૉસ્પિટલ (Surat diamond hospital) ખાતે સારવાર હેઠળ 14 દિવસની બાળકીનું કોરોના (Coronavirus)થી નિધન થયું છે. બાળકીની માતા કોરોના પોઝિટિવ હોવાથી તેનો ચેપ બાળકીને લાગ્યો હતો. ખાનગી હૉસ્પિટલ ખાતે 14 દિવસની બાળકીના નિધનથી ફક્ત પરિવાર જ નહીં પરંતુ હૉસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પણ ગમગીન થઈ ગયો હતો. બાળકીને બચાવવા માટે ખૂબ મહેનત કરવામાં આવી હતી. સુરતના પૂર્વ મેયર ડૉક્ટર જગદીશ પટેલે (Dr Jagdish Patel) બાળકીને મદદ કરવા માટે પ્લાઝમાનું દાન કર્યું હતું. જોકે, બાળકીને બચાવી શકાઈ ન હતી. હૉસ્પિટલ ખાતે બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. દીકરીના નિધન બાદ તેના પરિવારના લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

  બાળકીને જન્મ બાદ ચેપ લાગ્યો હોવાથી સારવાર માટે દાખલ કરાઈ હતી. તેને રેમડેસિવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. જોકે, અંતે બાળકીએ દમ તોડી દીધો હતો. એક અહેવાલ પ્રમાણે સુરતમાં 10 વર્ષથી ઓછી ઉંમરના હોય તેવા 286 બાળકોને કોરોનાનું સંક્રમણ લાગી ગયું છે. શહેરની ખાનગી હૉસ્પિટલોમાં આવા બાળકોને દાખલ કરાયા છે. ત્રણ દિવસ પહેલા જ સુરતમાં કોરોનાથી 14 દિવાસના બાળકનું મોત થયું હતું.  આ પણ વાંચો: રાજકોટ: રાત્રિ કર્ફ્યૂમાં ડાન્સ કરવો ભારે પડ્યો, યુવતીને કરવી પડી પોલીસ સ્ટેશન સુધીની જાત્રા

  બાળકીને કેવી રીતે ચેપ લાગ્યો?

  સુરતની ડાયમંડ હૉસ્પિટલ ખાતે પહેલી એપ્રિલના રોજ બાળકીનો જન્મ થયો હતો. જન્મ વખતે બાળકીની માતા કોરોના પોઝિટિવ છે કે કેમ તે અંગે ડૉકટરને કોઇ જાણ ન હતી. બાળકીની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા જતા તેમણે બાળકનો એક્સ-રે કરાવ્યો હતો. જેમાં બાળકીને કોરોના સંક્રમણ લાગ્યું હોવાનો ખુલાસો થયો હતો. બાળકીની માતાને શરદી અને ખાંસી હતા. આથી માતાએ કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. આથી તેણે પોતાની શરદી-ખાંસીને વધુ ગંભીરતા લીધી ન હતી. ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, માતાએ ડૉક્ટરને પોતાને શરદી ખાંસી હોવા અંગે કોઈ માહિતી આપી ન હતી.  આ પણ વાંચો: ધ બર્નિંગ બોટ: રાજકોટમાં વહેલી સવારે 'ધ બિગ ફેટ બોટ' નામના રેસ્ટોરન્ટ આગમાં ખાખ

  પૂર્વ મેયરે પ્લાઝમાનું દાન કર્યું હતું

  માતાપિતાને વધુ મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને ડાયમંડ હૉસ્પિટલે બાળકીને સારવાર તેની જ હૉસ્પિટલમાં કરવામાં નિર્ણય કર્યો હતો. આ સમયે બાળકીની મદદે ભૂતપૂર્વ મેયર ડો. જગદીશ પટેલ આવ્યા હતા. પૂર્વ મેયર અને બાળકીનું બ્લડ ગ્રુપ મેચ થતું હોવાથી જગદીશ પટેલે બાળકી માટે પ્લાઝમાનું દાન કર્યું છે.  આ પણ વાંચો: 'તારા ભિખારી માતાપિતાને ઘરેથી કશું લાવી નથી,' લેબ આસિસ્ટન્ટ યુવતીને પતિનો ત્રાસ

  14 દિવસના બાળકનું કોરોનાથી નિધન

  બે દિવસ પહેલા સૌથી ઓછી ઉંમરમાં કોરોનાથી નિધન થયાનો રાજ્યનો પ્રથમ એવો કિસ્સો સુરતમાં નોંધાયો હતા. જેમાં માત્ર 14 જ દિવસની બાળકીને કોરોના ભરખી ગયો હતો. બાળકના જન્મના ત્રીજા દિવસે તેની તબિયત બગડતાં સારવાર અર્થે વ્યારા હૉસ્પિટલમાં ખસેડાયી હતી. બાળકી કોરોના પોઝિટિવ જણાતા બાળકને સારવાર અર્થે સુરત સિવિલ ખાતે લાવવામાં આવી હતી.

  સુરતના ઉચ્છલ ખાતે રહેતા રોહિત વસાવાની પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે ત્રીજા દિવસે નવજાત સંતાનની તબિયત લથડતાં તેને સારવાર અર્થે વ્યારા ખાતે લઈ જવામાં આવ્યું હતું. બાળકીના કેટલાક રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા હતા જેમાં તે કોોરના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published:April 16, 2021, 07:36 am

  ટૉપ ન્યૂઝ