સુરતનો હચમચાવી દેતો કિસ્સો : 13 વર્ષના કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયા બાદ આપઘાત કરી લીધો!

News18 Gujarati
Updated: August 12, 2020, 4:06 PM IST
સુરતનો હચમચાવી દેતો કિસ્સો : 13 વર્ષના કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયા બાદ આપઘાત કરી લીધો!
પ્રતિકાત્મક તસવીર

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ડૉક્ટરે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો ખુલાસો કર્યો, કિશોર ધોરણ-8માં અભ્યાસ કરતો હતો.

  • Share this:
સુરત : સુરત શહેરમાં ગુનાખોરી (Crime)ના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. તેમાં પણ લૉકડાઉન (Lockdown) બાદ આપઘાતના બનાવો ખૂબ વધી ગયા છે. સુરતના અમરોલી વિસ્તાર (Surat Amroli Area)ના ભરથાણમાં એક કિશોરે આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ કિશોરે સોમવારે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો. કિશોર આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. જોકે, હાલ સ્કૂલો (School) બંધ હોવાથી તે ઘરે જ ઓનલાઇન અભ્યાસ (Online Education) કરતો હતો. કિશોરના આપઘાત પાછળ પોલીસનો એવો તર્ક છે કે આપઘાત પહેલા કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હતું. જે બાદમાં કિશોરે આઘાતમાં આવીને આપઘાત કર્યો હોઈ શકે છે.

આ બનાવની વિગત એવી છે કે 13 વર્ષના કિશોરે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બાદમાં તેના માતાપિતા તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદમાં કિશોરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમમાં એવો ધડાકો થયો છે કે કિશોરે આપઘાત કર્યા પહેલા 24 કલાકની અંદર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે. પોલીસે આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના પાસાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ પરિવારનો દાવો છે કે તેનો પુત્ર અભ્યાસ કરવાને બદલે રમ્યા કરતો હોવાથી સોમવારે તેને ઠપકો આપ્યો હતો. જે બાદમાં આવેશમાં આવીને તેણે આવું પગલું ભર્યું હોઈ શકે છે.

(આ પણ વાંચો : ગોંડલના રાજવીની દરિયાદિલી : કોરોનાના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કાર આપી દીધી)

પરિવારે ફરિયાદ ન કરતા અનેક શંકા-કુશંકા

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો ખુલાસો થવા છતાં પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ આપી ન હતી. જોકે, બાદમાં પોલીસે સરકાર તરફથી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય, પોક્સો એક્ટ અને અન્ય સંબંધીત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. એવી પણ માહિતી મળી છે કે કિશોરે આ પહેલા પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનું કહેવું છે કે આ કિશોર સાથે પહેલા પણ દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની આશંકા છે.

(આ પણ વાંચો : સુરત : કર્તવ્યનિષ્ઠ ડૉક્ટરે પોતાનો ઑક્સિજન સપોર્ટ હટાવી અન્ય દર્દીને વેન્ટીલેટર પર ચઢાવ્યા)ભાઈને બચાવવા જતા બહેન પટકાઇ, મોત

બીજા એક બનાવમાં આપઘાત કરી રહેલા ભાઈને બચાવવા જતા ભાઈ-બહેન બંને ચોથા માળેથી નીચે પડ્યા હતા. આ બનાવમાં બહેનનું મોત થયું છે. સચિનમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીના પાલીગામ ફેલટ નં-એ/401માં રહેતા નંદલાલ યાદવના 17 વર્ષના દીકરા રીતેશને તેની માતા સાથે ઝઘડો થયો હતો. જે બાદમાં માઠું લાગી જતા રિતેશ આપઘાત કરવા ધાબા પર દોડી ગયો હતો. જે બાદમાં રેતિશની મોટી બહેન રોશની તેને બચાવવા દોડી હતી. આ દરમિયાન બંને ટેરેસ પરથી નીચે પડ્યા હતા, જેમાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન બહેનનું મોત થયું છે.

(આ પણ વાંચો : લગ્નના બીજા જ દિવસે સાસુએ નવવધૂને કહ્યું, 'તારા પતિને થારી જેઠાણી સાથે આડા સંબંધ છે!')

ડિપ્રેશનમાં આવીને યુવતીનો આપઘાત

અન્ય એક બનાવમાં ધોરણ-12માં અભ્યાસ કરતી એક 18 વર્ષની યુવતીએ નાપાસ થયા બાદ તણાવમાં આવીને આપઘાત કરી લીધો છે. એવી પણ માહિતી મળી છે કે પુત્રીને ડિપ્રેશનમાંથી બહાર લાવવા પિતાએ મોબાઇલ લઈ આવ્યો હતો અને કાર પણ બુક કરાવી હતી. યુવાન દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
Published by: Vinod Zankhaliya
First published: August 12, 2020, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading