સુરત: ઓનલાઇન અભ્યાસની ચિંતામાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

સુરત: ઓનલાઇન અભ્યાસની ચિંતામાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત
પ્રતીકાત્મક તસવીર

કોરોનાને લઇને પ્રગતિ ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરતી હતી. કોરોનાને કારણે સ્કૂલ બંધ હોવાથી ઓનલાઇન અભ્યાસમાં પ્રગતિને મુશ્કેલી પડતી હતી. આ કારણે તેણી સતત માનસિક તાણ અનુભવી હતી.

  • Share this:
સુરત: કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે ધંધા-રોજગાર સહિત તમામ રાબેતા મુજબ ચાલુ થઇ ગયા છે. જોકે, હજુ સુધી સ્કૂલ-કૉલેજ (School-Colleges) શરૂ કરવાની મંજૂરી સરકાર તરફથી આપવામાં આવી નથી. આ માટે હાલ ઓનલાઇન અભ્યાસ (Online education) ચાલી રહ્યો છે. બીજી તરફ બાળકોને ઓનલાઇન અભ્યાસમાં વધારે સમજ પડતી ન હોવાથી તેઓ માનસિક તાણ (Stress)નો શિકાર બની રહ્યા છે. બીજી તરફ અનેક વાલીઓ એવી પણ ફરિયાદ કરી રહ્યા છે કે તેમના બાળકો ઓનલાઇન અભ્યાસ કરતા નથી અને તેમને ગેમ રમવાની કે મોબાઇલમાં Youtube વીડિયો જોવાની લત લાગી ગઈ છે, ત્યારે સુરતમાં ઓનલાઇન અભ્યાસના માનસિક તણાવમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો છે.

સુરતના મોટા વરાછાની આનંદધારા રેસિડેન્સી ખાતે રહેતા કમલેશભાઈ લુણાગરીયાની પુત્રી પ્રગતિ ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. કોરોનાને લઇને પ્રગતિ ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરતી હતી. કોરોનાને કારણે સ્કૂલ બંધ હોવાથી ઓનલાઇન અભ્યાસમાં પ્રગતિને મુશ્કેલી પડતી હતી. આ કારણે તેણી સતત માનસિક તાણ અનુભવી હતી.આ પણ વાંચો: 

જે બાદમાં સતત માનસિક તાણમાં રહેતી પ્રગતિએ આવેશમાં આવીને પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રગતિના આપઘાત અંગે ખબર પડતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આ મામલે પરિવારે તાત્કાલિક પોલીસને જાણકારી આપી હતી. અમરોલી પોલીસે બનાવ સ્થળે પહોંચીને આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

શહેરમાં બનેલા આપઘાતના વધુ એક બનાવમાં વેડરોડ ત્રિલોક સોસાયટીમાં રહેતા અશોકભાઈ ખેમચંદભાઈ રત્નપારખ લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. મંગળવારે તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. એવી માહિતી મળી છે કે લોકાડાઉન બાદ તેઓ બેકાર બન્યા હતા અને તેના પગલે દારૂના રવાડે ચડી ગયા હતા. અશોકભાઈના પુત્રના જણાવ્યા પ્રમાણે દારૂને વ્યવસનમાં તેમણે આવું પગલું ભર્યું હોઈ શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:December 17, 2020, 09:35 am

ટૉપ ન્યૂઝ