સુરત :' મમ્મી-પપ્પા, સોરી હવે મારીથી આ પૃથ્વી પર નહીં જીવાય'

News18 Gujarati
Updated: July 8, 2019, 11:13 AM IST
સુરત :' મમ્મી-પપ્પા, સોરી હવે મારીથી આ પૃથ્વી પર નહીં જીવાય'
ખુશીનું આઇકાર્ડ

સુરતમાં ટ્યુશન અને સ્કૂલના શિક્ષકોના ત્રાસથી ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાંચમાં માળેથી કૂદી ગઈ.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સુરતના અમરોલી વિસ્તારમાં ધોરણ-10ની વિદ્યાર્થિની પાંચમા માળેથી કૂદી ગઈ હતી, આ મામલે પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે સ્કૂલ અને ટ્યુશનના શિક્ષકોના ત્રાસથી તેમની દીકરીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ વિદ્યાર્થિનીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. આ મામલે વિદ્યાર્થિનીએ લખેલી એક સુસાઇડ નોટ પણ સામે આવી છે. જેમાં કિશોરીએ શિક્ષકોના ત્રાસથી આપઘાત કરી રહી હોવાનું લખ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના કોસાડ રોડ ખાતે રહેતા નીતિન રાઠોડની 14 વર્ષની દીકરી ખુશીએ ચોથી જુલાઈના રોજ પોતાના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ખુશી અમરોલી ખાતે આવેલી ગૌતમી કન્યા વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. ચોથી જુલાઈના રોજ રાત્રે બહાર જવાનું કહીને ખુશી પોતાના એપાર્ટમેન્ટ રાધે હરસિદ્ધિના પાંચમાં માથેળી નીચે કૂદી ગઈ હતી.

બનાવની જાણ થતાં ફ્લેટના રહીશોએ ખુશીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. આ મામલે ખુશીના પરિવારનું કહેવું છે કે ખુશીના સ્કૂલની બે શિક્ષિકાઓ અને તેના ટ્યુશન ક્લાસિસનો એક શિક્ષક તેને પરેશાન કરતા હતા. પરિવારના કહેવા પ્રમાણે આ કારણે ખુશી તણાવમાં રહેતી હતી અને આ જ કારણે તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.શિક્ષકો મારી દીકરીની મરી જવાનું કહેતા

આ મામલે ખુશીના પિતા નીતિન રાઠોડે કહ્યું કે, 'ખુશીને તેના સ્કૂલ અને ટ્યુશનના શિક્ષકો પરેશાન કરતા હતા. તેઓ મારી દીકરીને કૂદીને મરી જવાનું કહેતા હતા. આ માટે જ મારી દીકરીએ પાંચમા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.'સુસાઇડ નોટમાં થયો ખુલાસો

આપઘાતના બે દિવસ પહેલા ખુશીએ પોતાની માતાપિતાને ઉદેશીને એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ સુસાઈડ નોટમાં ખુશીએ લખ્યું હતું કે,"મમ્મી-પપ્પા, સોરી મારાથી આ પૃથ્વી પર નહીં જીવાય. મને માફ કરો. તા. 2-7-19ના રોજ હું આત્મહત્યા કરૂ છું, શાળા અને ટ્યુશનના સર ટીચરના ટોર્ચરના કારણે હું આ પગલું ભરું છું."
First published: July 8, 2019
વધુ વાંચો
अगली ख़बर