સુરતઃબીજા દિવસે પણ 108ના કર્મચારીઓ હડતાળ પર,

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 26, 2017, 11:48 AM IST
સુરતઃબીજા દિવસે પણ 108ના કર્મચારીઓ હડતાળ પર,
સુરત માં 108 ના કર્મચારી ની હડતાળ નો બીજો દિવસ છે ત્યારે પોતાની માગ સાથે હડતાળ પર છે તેવામાં બીજા જિલ્લા માંથી કર્મચારી બોલાવી 108 સેવા શરૂ કરી છે. આવનારા કર્મચારી ને સમજાવી હડતાળ માં જોડી રહીયા છે તે ઉપરાંત કંપની સામે સુરત ની બહાર અમદાવાદ ભાવનગર વલસાડ સહિતના કર્મચારી સમર્થન આપી આગામી કલાક માં હડતાળ માં જોડાઈ જવાની ટેલિફોનિક માહિતી આપી છે અને જ્યાં સુધી માગણી પુરી નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.

તેમની મુખ્ય માંગણીઓ એ રહું છે કે આપઘાતનો પ્રયાસ કરનાર ટર્મિનેટેડ 2 કર્મચારીઓને નોકરી પર પરત લેવામાં આવે.ઓવરટાઈમનો પગાર આપવામાં આવે.હક રજા આપવામાં આવે જેવી વિવિધ માંગણીઓ સાથે તેઓ સિવિલ કેમ્પસમાં ધરણા પર બેઠા છે.હાલ આવશ્યક સેવા ન ખોરંભાય તે માટે મેનેજમેન્ટ દ્વારા વધારાનો સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો છે..સાથે જ નવા સ્ટાફની પણ ભરતી કરવામાં આવી છે.હાલ જે સ્ટાફને પણ બોલાવવામાં આવ્યા છે તેઓ પણ અડધી તાલીમ લઈને આવ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

જોકે હવે ધીમે ધીમે અન્ય જિલ્લાના વિવિધ યુનિયનો પણ આ હડતાળમાં જોડાય અને આ આંદોલન ગુજરાતભરમાં પ્રસરે તેવી સંભાવના જણાઈ રહી છે.

First published: May 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर