સુરત: અકસ્માત બાદ 108 આવી પહોંચી પરંતુ કર્મચારીઓએ કહ્યું, 'અમે દર્દીને ક્યાં લઈને જઈએ?'

સુરત: અકસ્માત બાદ 108 આવી પહોંચી પરંતુ કર્મચારીઓએ કહ્યું, 'અમે દર્દીને ક્યાં લઈને જઈએ?'
સ્થાનિકોએ દબાણ કરતા કર્મચારીઓ દર્દીને લઈ ગયા.

હાલમાં કોરોના મહામારી વચ્ચે 108 ઇમરજન્સી સેવાના કર્મચારી કોરોના દર્દીને હૉસ્પિટલ લઈએ જવાની કામગીરીમાં વસ્ત રહે છે.

  • Share this:
સુરત: હાલમાં કોરોના મહામારી (Corona pandemic) વચ્ચે સતત કોરોએ દર્દી લઇને હૉસ્પિટલ જતી 108ને છેલ્લા બે દિવસથી સરકારી હૉસ્પિટલમાં પણ એન્ટ્રી નથી. આવા સમયે અકસ્માતમાં યુવકને ઈજા થવાનો કૉલ મળતા 108 (108 amulance service) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ દર્દીને ક્યાં લઈ જવો તેની અસમંજસ હોવાથી દર્દીનો જીવ બચવવા માટે સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરીને દબાણ કર્યા બાદ દર્દીને હૉસ્પિટલ લઈ જવાયો હતો. લોકોએ 108ના કર્મચારીનો વીડિયો બનાવ્યો હતો. જે બાદમાં 108ના કર્મચારીઓ આ યુવાને સારવાર માટે લઇ ગયા હતા.

હાલમાં કોરોના મહામારી વચ્ચે 108 ઇમરજન્સી સેવાના કર્મચારી કોરોના દર્દીને હૉસ્પિટલ લઈએ જવાની કામગીરીમાં વસ્ત રહે છે. બીજી બાજુ ખાનગી હૉસ્પિટલ હોય કે પછી સરકારી હોસ્પિટલ, કોરોના સિવાયના દર્દીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોના દર્દીઓને લઈને આવતી 108ને સરકારી હૉસ્પિટલમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.





આ પણ વાંચો: 'ક્વૉરન્ટીન વખતે સોશિયલ મીડિયા થકી મારી વાત કૉલેજ મિત્ર સાથે થઈ હતી, હવે મને એ જ દેખાય છે'

આના પગલે108 ઇમરજન્સી સેવાએ દર્દીઓને લઈ જવાનું બંધ કરી દીધું છે. એવામાં ગુરુવારે ઉધના વિસ્તરામાં એક યુવાનને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક લોકોએ 108ને કૉલ કરતા તે ત્યાં આવી તો પહોંચી હતી પરંતુ દર્દીને સારવાર માટે ક્યાં લઇને જવું તેને લઈને કર્મચારીઓ બનાવ સ્થળે સમય પસાર કરી રહ્યા હતા. જે બાદમાં એક યુવકે પોતાના મોબાઇલમાં કર્મચારીનો વીડિયો બનવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: રાજકોટ: ઘણા દિવસો પછી આંખો ઠરે તેવા દ્રશ્યો જોવા મળ્યા, સિવિલમાં દાખલ થવાની લાઇન ગાયબ!

આ દરમિયાન 108 સેવાના કર્મચારીઓ કહી રહ્યા હતા કે, અમે આ દર્દીને લઈને ક્યાં જઈએ? જોકે, વીડિયો વાયરલ થતાં 108ના કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. કેમ કે સરકારી હૉસ્પિટલમાં કોરોના સિવાયના દર્દીઓને લેતા નથી અને તેમાં પણ બે દિવસથી કોરોનાના દર્દીઓને પણ લેતા નથી.

આ પણ વાંચો: સુરત: માતાનું કોરોનાથી નિધન થતાં યુવાન દીકરાએ હૉસ્પિટલ પરથી પડતું મૂકીને જીવ આપ્યો


આ પણ વાંચો: સાબરકાંઠા: 'કોરોનાનું કંઈ નહીં પણ આ લોકોએ કમાવાનું કાઢ્યું છે,' પોલીસે માસ્કનો દંડ ફટકારતા આધેડ ધૂણવા લાગ્યો


108ના કર્મચારીઓ એ બાબતને લઈને અસમંજસમાં હતા કે યુવાનને સારવાર માટે લઈને ક્યાં જવો? જ્યારે સ્થાનિક યુવાનો કહેવા માંગતા હતા કે 108ના કર્મચારીઓ દર્દીની સારવાર કરવાને બદલે તેને ક્યાં સારવાર કરાવવી તે બાબતે દલીલો કરવા લાગ્યા હતા. હૉસ્પિટલમાં જગ્યા ન હોવાથી સાથે યુવાનને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી ન હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:April 30, 2021, 07:51 am

ટૉપ ન્યૂઝ