108ની પ્રશંસનીય કામગીરી: શ્રમજીવી મહિલાની સ્ટ્રીટ લાઇટના અજવાળે રોડ પર જ પ્રસૃતિ કરાવી


Updated: September 18, 2020, 4:42 PM IST
108ની પ્રશંસનીય કામગીરી: શ્રમજીવી મહિલાની સ્ટ્રીટ લાઇટના અજવાળે રોડ પર જ પ્રસૃતિ કરાવી
મહિલાની રસ્તા પર જ પ્રસૃતિ.

મહિલાને હૉસ્પિટલમાં કે સ્ટ્રેચર પર બીજે ખસેડી શકાય તેમ ન હોવાથી 108ના સ્ટાફે રસ્તા પર જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

  • Share this:
સુરત: શહેરમાં આજે વધુ એક માનવતા મહેકાવતો અને સાહનો કિસ્સો સામે આવ્યો છે. રોડ પર રહેતી એક શ્રમજીવી મહિલાને પ્રસવની પીડા ઉપડતા તેણે બૂમાબૂમ કરી હતી. જેથી ત્યાંથી પસાર થતા એક યુવાને 108માં કોલ કર્યો હતો. 108ની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી પરંતુ મહિલાને હૉસ્પિટલ (Hospital) ખસેડી શકાય કે સ્ટ્રેચર પર મૂકીને ગાડીની અંદર લઈ જઈ શકાય તેવી સ્થિતિ ન હતી. જે બાદમાં 108ના સ્ટાફ તરફથી સ્થળ પર જ પ્રસૃતિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. જે બાદમાં સુમસામ રોડ પર રાત્રે ત્રણ વાગ્યે ફક્ત સ્ટ્રીટ લાઇટ (Street Light) ના અજવાળે મહિલાની ડિલિવરી કરાવી હતી.

રાજ્ય સરકાર દ્વારા લોકોના સેવા માટે આપેલી 108 એમ્બ્યુલન્સનું સાયરન સંભળાય એટલે તમારે તેને તાત્કાલિક રસ્તો આપી દેવો જોઈએ. કારણ કે આ વાહન કોઈનું જીવન બચાવવા માટે દોડે છે. પરંતુ ક્યારેક સાયરન બંધ કરીને 108નો સ્ટાફ જાણે કે દેવદૂત બનીને કોઇને નવ જીવન આપતો હોઇ છે. આવી જ એક ઘટના સુરતમાં મધરાત્રે ત્રણ વાગ્યે બની હતી.

આ પણ વાંચો: આયુર્વેદ યુનિવર્સિટીના બિલ્ડિંગ પરથી કૂદીને તબીબી વિદ્યાર્થીનો આપઘાત

સુરત શહેરમાં 108ના કર્મચારીઓએ સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં પ્રસુતિ કરાવી હતી. રાંદેરના કોઝ-વે નજીક રસ્તા પર રહેતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. 108ને આ અંગે કોલ મળતા સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો. ડિલિવરી માટે સમય ન હોવાથી સ્ટાફે પોતાની સૂઝબૂઝથી રસ્તા પર જ સ્ટ્રીટ લાઇટના અજવાળામાં પ્રસુતિ કરાવી હતી. બાળકનો જન્મ થયા બાદ માતા અને બાળક બંનેને સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ

ડિલિવરી બાદ મહિલાને વધારે પ્રમાણમાં બ્લિડિંગ થઈ રહ્યું હોવાથી તેને સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં માતા અને બાળક બંનેની તબિયત એકદમ સારી છે.

મહિલાની ડિલિવરી કરનાર ભદ્રેશ બારયાએ જણાવ્યુ હતુ કે, "અમને આપવામાં આવેલી તાલિમ આવી હતી. આ પ્રકારનું કાર્ય કરીને હું પણ ગર્વ અનુભવું છું." આ મામલે સુરત 108ના હેડ રોશન દેસાઇએ જણાવ્યું હતું કે, "અમને કોલ આવ્યો અને તાત્કાલિક અઠવાલાઇન્સથી ગાડી મોકલી આપવામાં આવી હતી. સ્ટાફે પોતાની આવડત અને સૂઝબૂઝથી મહિલાની રસ્તા પર જ ડિલિવરી કરાવી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 18, 2020, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading