સુરત : 1 કરોડના ડ્રગ્સનો મામલો, પોલીસે ઝડપી પાડ્યો વધુ એક શખ્સ, જાણો શું હતો રોલ

સુરત : 1 કરોડના ડ્રગ્સનો મામલો, પોલીસે ઝડપી પાડ્યો વધુ એક શખ્સ, જાણો શું હતો રોલ
ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલો સીમકાર્ડ સપ્લાય જુનેદ

ક્રાઇમ બ્રાન્ચે સલમાનના પિતરાઈ જુનેદની ધરપકડ કરી, જાણો જુનેદનો આ કેસમાં શું રોલ નીકળ્યો

  • Share this:
સુરત : સુરતમાં (Surat) દારૂ સાથે ડ્રગ્સનું (Drugs) દૂષણ ઘર કરી ગયું છે. તાજેતરમાં ચર્ચાના ચગડોળે ચડેલા રૂપિયા એક કરોડના ડ્રગ્સ કેસમાં (1 Crore rupees Drugs case) આરોપી સલમાનને ચાર સીમકાર્ડ આપનારા તેના પિતરાઈની પોલીસે ધરપકડ કરી છે. જોકે, પિતરાઈ જુનેદનું કહેવું છે કે સલમાને તેને આ સીમકાર્ડ ગર્લફ્રેન્ડ સાથે વાત કરવી છે તેવું કહીને ખરીદ્યા હતા.  સલમાને ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા એક્ટીવ ડમી સીમકાર્ડની માંગણી કરી જુનેદને ચાર સીમકાર્ડના રૂ.3000 આપ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંચ માસ અગાઉ ડુમસ વિસ્તારમાંથી રૂ.1 કરોડથી વધુના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપેલા અડાજણના સલમાને ડ્રગ્સની હેરાફેરી, ખરીદ-વેચાણ માટે ચાર ડમી સીમકાર્ડ પિતરાઈ ભાઈ જુનેદ પાસેથી લીધા હતા. આ મામલે જુનેદને પણ પોલીસે આરોપી બનાવ્યો છે અને તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

વોડાફોન-આઇડીયાના ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં સબ એજન્ટ તરીકે કામ કરી રસ્તામાં છત્રી રાખી સીમકાર્ડ વેચતા જુનેદે ચાર ગ્રાહકના ડોક્યુમેન્ટ્સ મેળવી તેમાં ચેડાં કરી ડમી સીમકાર્ડ મેળવી સલમાનને આપ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થતા ક્રાઈમ બ્રાન્ચે જુનેદ અને સલમાન વિરુદ્ધ ગત ગુરુવારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે સલામનના પિતરાઈ ભાઈ જુનેદ બીલાલ ઝવેરી ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આ પણ વાંચો :  સુરત : વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો Video થયો Viral

ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં જુનેદે જણાવ્યું હતું કે સલમાને ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા તેની પાસે એક્ટીવ ડમી સીમકાર્ડની માંગણી કરી હતી. જુનેદે ચાર સીમકાર્ડ પૈકી બે સીમકાર્ડ રૂ.500-500 માં અને બે સીમકાર્ડ રૂ.1000-1000 માં વેચી કુલ રૂ.3000 સલમાન પાસેથી લીધા હતા.

આ પણ વાંચો :  દમણ : પુરપાટે દોડી રહેલી કાર 20 ફૂટ ઉપરથી નદીમાં ખાબકી, સુરતના ત્રણ યુવકો હતા સવાર

આમ એમડી ડ્રગ્સના મામલે પોલીસે સીમકાર્ડ આપનાર પિતરાઈ સામે પણ ગુનો નોંધી દીધો છે ત્યારે શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ આ કેસના મૂળિયા સુધી જવા માંગે છે. પોલીસને આશંકા છે કે જુનેદે આ પ્રકારે ડમી સીમકાર્ડ અન્ય લોકોને પણ વેચ્યા હોઈ શકે છે. જોકે, વધુ સત્ય તો તપાસના અંતે જ જાણવા મળશે.
Published by:Jay Mishra
First published:March 07, 2021, 14:42 pm

ટૉપ ન્યૂઝ