સુરત: 'તારા પતિ-બાળકોને મારી નાખે', સુપરવાઈઝરે કારખાનામાં મહિલા પર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનાવી

સુરત: 'તારા પતિ-બાળકોને મારી નાખે', સુપરવાઈઝરે કારખાનામાં મહિલા પર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનાવી
પ્રતિકાત્મક તસવીર

આખરે મહિલાએ હિમ્મત કરી આ મામલો પોતાના પતિને જણાવ્યો અને પતિએ મહિલાને હિંમત આપતા મહિલાએ આ સુપરવાઈઝર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી

  • Share this:
સુરત: શહેરમાં લૂંટ, રેપ, હત્યા, ચોરી, મારામારી જેવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ એક પછી એક ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. મહિલાઓની સુરક્ષાના તો લીરે-લીરા ઉડ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં વધુ એક કારખાનામાં કામ કરતી મહિલાને ધમકી આપી દુષ્ક્ર્મ આચર્યાની ગટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

સુરતમાં કામ કરતી એક મહિલા સાથે તેના સુપરવાઈઝર દ્વારા બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. જોકે મહિલાએ વિરોધ કરતા આ સુપરવાઈઝર દ્વારા તેના પતિ અને બાળકોને મારી નાખવાનું કહીને અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવતા જેને લઈને આ મહિલા ગર્ભવતી બનતા મહિલાએ સુપરવાઈઝર વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, તેમાં પણ હત્યા અને રેપની ઘટના સતત સામે આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસે દોડતી થઈ ગઈ છે. સુરતના સચિન GIDC ખાતે આવેલા એક કારખાનામાં કામ કરતી મહિલાને છેલ્લા કેટલાક સમયથી ત્યાં કામ કરતો સુપરવાઈઝર જયવીરસીંગ મહિલાની પાછળ લાંબા સમયથી પડ્યો હતો.

સુરતમાં શરમજનક ઘટના:  9 વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ

સુરતમાં શરમજનક ઘટના: 9 વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ

જોકે આ સુપરવાઈઝર દ્વારા એક દિવસ મહિલાની એકલતાનો લાભ લઇને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. જોકે આ બાબતે મહિલા દ્વારા વિરોધ કરવામાં આવતા આ સુપરવાઈઝર દ્વારા આ મહિલાના પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપીને તેનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. જોકે મહિલા સાથે થયેલા દુષ્કર્મને લઈને મહિલા આખરે ગર્ભવતી બની હતી.

આખરે મહિલાએ હિમ્મત કરી આ મામલો પોતાના પતિને જણાવ્યો અને પતિએ મહિલાને હિંમત આપતા મહિલાએ આ સુપરવાઈઝર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા સચિન GIDC પોલીસે સુપરવાઈઝર જયવીરસિંગ સામે ગુનો નોંધી તેની ધરપકડ માટેની કવાયત હાથ ધરી છે.

નવસારી: ફોટો પડાવવાના શોખીન યુવકોને કાળ ભેટી ગયો, અકસ્માતમાં પટેલ પરિવારના 3 યુવકના મોત

નવસારી: ફોટો પડાવવાના શોખીન યુવકોને કાળ ભેટી ગયો, અકસ્માતમાં પટેલ પરિવારના 3 યુવકના મોત

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ સુરતમાં આ પ્રકારે એક નાની બાલકી સાથે દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં સુરતના અમરોડી વિસ્તારમાં આવેલ એક આવસ ખાતે રહેતા અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 9 વર્ષિય બાળકી ઘર પાસે રમી રહી હતી, ત્યારે પડોશમાં રહેતા અજય કાન્જી દેવીપૂજક નામનો યુવાન આ બાળકીને લલચાવીને પોતાના મકાનમાં લઇ ગયો હતો અને તેની સાથે પહેલા શારીરિક અડપલા કર્યા અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
Published by:kiran mehta
First published:November 19, 2020, 19:30 pm

ટૉપ ન્યૂઝ