સુરત લેડી સિંઘમનું બિરૂદ મેળવનાર સુનીતા યાદવનું ટાઇ ટાઇ ફિસ: મીડિયા સાથે કર્યું ગેરવર્તણૂક


Updated: July 12, 2020, 11:35 PM IST
સુરત લેડી સિંઘમનું બિરૂદ મેળવનાર સુનીતા યાદવનું ટાઇ ટાઇ ફિસ: મીડિયા સાથે કર્યું ગેરવર્તણૂક
મહિલા પોલિસકર્મી સુનીતા યાદવ (ફાઈલ ફોટો)

કારમાથી બહાર નિકળીને પણ સુનીતાએ મીડિયા સાથે જાણે લડવાનો મોકો જોતો હોઇ તેમ અપમાન ભર્યું વર્તન કર્યું હતું. જેથી થોડા સમય સુધી ચાલેલા આ સંધર્ષને લઇને મીડીયા દ્વારા તેનો વિરોધ કરીને તેનો બોઇ કોટ કરવામાં આવ્યો

  • Share this:
સુરત : સમગ્ર રાજયમાં બે દિવસથી એક મહિલા પોલિસ કર્મી અને રાજયના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના દિકરા પ્રકાશ કાનાણીના થયેલા વાયરલ ઓડિયો અને વિડયોએ સનસની મચાવી દીધી છે. આ હાઇ વોલ્ટેજ ઘટનાની નોંધ સુરત પોલિસ કમિશ્નરથી લઇને રાજયના મુખ્યમંત્રીએ પણ લીધી હતી. સુનીતા યાદવ આજે એકા એક હેડ કોટર્સ ખાતે દોડી આવી હતી અને ત્યા પણ એના સ્વભાવ મુજબ સ્થાનીક કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું.

બાદમાં ત્યાથી નીકળતા મિડિયા દ્વારા તેને તેનો પક્ષ રજૂ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો તેમ છતા પણ સુનીતા યાદવે મિડિયા સાથે વાત કરવાની જગ્યાએ પોતાના ઉધત સ્વભાવનો પરચો બતાવ્યો હતો. અને મિડિયા સાથે ગેરવર્તન કરીને ત્યાંથી જતા રહ્યા હતા.

સુનીતા યાદવ સુરત પોલિસ વિભાગમાં એક કોન્સ્ટેબલ છે. અને તે હાલમાં હેડ કવોટર્સ ખાતે ફરજ બજાવે છે. સુનીતા ને હાલમાં વરાછા પોલિસ મથકની હદમાં આવેલ હિરા બજારમાં કોઇ ગેર કાયદેસર રીતે હિરાના કારખનાના ન ખોલે તે માટેની માનગઢ ચોક પાસે ડયુટી આપવામાં આવી હતી.

આ પણ વાંચોસુરત Latest આંકડા, 24 કલાકમાં 251ને ચોંટ્યો Corona, હવે જિલ્લામાં પણ કેસ વધતા તંત્રની દોડતુ થયું

તે સમયે જ કુમાર કાનાણીના દિકરા સાથે તેની બબાલ થતા તેનો ઓડિયો અને વિડયો વાયરલ થયો હતો. જેને લઇને શરૂઆતમાં અધુરા વિડયો અને ઓડિયોને કારણે સમગ્ર રાજયમાં તે મહિલા પોલિસ કર્મીની વાહ વાઇ થઇ હતી. પરંતુ ત્યાર બાદ બાકીની ઓડિયો અને વિડયો કલીપ વાયરલ થઇ હતી. જેમાં મહિલા પોલિસ કર્મિનિ બદસલુકી પણ સામે આવી હતી.

આજે એકા એક સુનિતા યાદવ 24 કલાકના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ સુનીતા પોલિસ હેડકવોટર્સ ખાતે આવી પહોંચી હતી, જયા તેને કોઇ્એ બોલાવી નોતી અને તેને પાસે કોઇ નીવેદન પણ લેવામાં આવ્યું નથી. જેથી આપ મેળે થોડી વાર હેડ કવોટર્સમાં બેસીને તે ત્યાથી નીકળી ગઇ હતી. ત્યાથી નીકળયા બાદ મીડયાના કહેવા પર તેણે પોતાની ગાડી ઉભી રાખી હતી અને નીવેદન આપવાનું જણાવ્યું હતું. ત્યારે રીંગરોડ ખાતે મહાવીર હોસ્પિટલની બાજુમાં તેણે પહેલાતો 10 મીનીટ સુધી કારમાથી નહિ ઉતરીને મિડયા કર્મચારીઓનું અપમાન કર્યું હતું.

જે ઉપરાંત કારમાથી બહાર નિકળીને પણ સુનીતાએ મીડિયા સાથે જાણે લડવાનો મોકો જોતો હોઇ તેમ અપમાન ભર્યું વર્તન કર્યું હતું. જેથી થોડા સમય સુધી ચાલેલા આ સંધર્ષને લઇને મીડીયા દ્વારા તેનો વિરોધ કરીને તેનો બોઇ કોટ કરવામાં આવ્યો હતો. મહિલા કર્મીના આવા સ્વભાવને કારણેજ આજે તે એક શંકાસ્પદ ભુમીકામાં મુકાઇ ગઇ છે.
Published by: kiran mehta
First published: July 12, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading