Home /News /south-gujarat /

સુરત : સુનિતા યાદવે ફેસબૂક LIVEમાં મોટો ધડાકો કર્યો, કહ્યું-'આ તો ટ્રેલર છે, પિક્ચર હજી બાકી'

સુરત : સુનિતા યાદવે ફેસબૂક LIVEમાં મોટો ધડાકો કર્યો, કહ્યું-'આ તો ટ્રેલર છે, પિક્ચર હજી બાકી'

મહિલા પોલિસકર્મી સુનીતા યાદવ (ફાઈલ ફોટો)

સુનિતા યાદવે ફેસબૂક લાઇવ કરીને મીડિયાની માફી માંગી કહ્યું કે, 'જીવતી રહીશ તો IPS બનીને લોકોને આ બતાવીશ'

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના (Kumar kanani)પુત્ર સાથે ઘર્ષણ બાદ મહિલા કોન્સ્ટેબલ(એલઆર) સુનિતા યાદવ વિવાદમાં આવી છે. વિવાદ બાદ સુનિતા યાદવની (Sunita yadav) તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે. જેમાં તે પોતે અનેક કાયદા તોડતી હોવાનું નજરે પડે છે. વિવાદ વધતા સુનિતા દ્વારા FB LIVE કરીને ખુલાસા કર્યાં છે જેમાં પોતે કાયદાનો નથી તોડતી અને મીડિયા સાથે થયેલા કરવામાં આવેલ દૂર વહેવાર મામલે માંગી માફી અને આ ઘટનાતો માત્ર ટેલર છે પિક્ચર બાકી હોવાની વાત કરી હતી.

ફેસબુક પર LIVE થઈને સુનિતા યાદવે |(Facebook LIVE of Sunita yadav) જણાવ્યું હતું કે, રાજીનામા અંગે માત્ર ટેલિફોનિક જાણ કરી છે. ટૂંક સમયમાં લેખિત રાજીનામુ આપીશ. મારી ઉપર દબાણ નાખવામાં આવી રહ્યું છે. હું બંદૂકની નોક પર છું. હું મીડિયા સામે હાલ આવતી નથી તેનું કારણ મારી હજી ઓફિશિયલ પ્રોસેસ બાકી છે. ત્યારબાદ હું મીડિયા સામે આવીશ. મારી તબિયત હાલ સારી નથી ડોક્ટર પાસેથી દવા લઈ આવી છું. હું કંઈ ગણિતનો પ્રમય નથી કે મારે પોતાને સાબિત કરવી પડે કે હું સાચી છું કે નહીં હું જે છું તે હું અને મારા ભગવાન જાણે છે. મારે મજબૂરીમાં લાઈવ આવવું પડી રહ્યું છે.

આ પણ વાંચો :  સુરત : મંત્રી પુત્રને કારમાંથી MLAનું બોર્ડ ઉતરાવનાર સુનિતા યાદવના પિતાની કારમાં Policeનું બોર્ડ, તસવીર વાયરલ

સુનિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારું લાઈવ આવવાનું કારણે એ છે કે, ઓફિશિયલ પ્રોસેસ બાકી છે જેથી હું મીડિયા સામે આવી રહી નથી. અને હિમ્મત કરી લાઈવ આવી છું. હું જે ડિપાર્ટમેન્ટમાં છું તે ડિસિપ્લીન ડિપાર્ટમેન્ટ છે. જેથી અમે કોઈ એવું પગલું ભરી નથી શકતા જેનાથી અને તેના વિરોધમાં થઈ જઈએ. લોકો ગમે તેવું વર્તન કરે પણ અમારે કાયદા સાથે જોડાયેલા રહેવું પડે છે અને તેનું ઉલ્લંધન નથી કરી શકતા.

સુનિતાએ મીડિયા પર આરોપ મુકતા કહ્યું કે, લોકલ મીડિયા સહકાર નથી આપતી. આરોગ્ય પ્રધાન દ્વારા મીડિયાને ખરીદવાથી મીડિયા સત્ય છુપાવે છે, પણ સત્ય છુપાશે નહીં. શિસ્તભંગ થાય આ માટે મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યો નથી. મને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.સુનિતાએ જણાવ્યું હતું કે, મારે રાજકારણમાં આવવું હોય તો ઘણી ઓળખ છે. મારે IPS બનવું છે. જીવતી રહીશ તો IPS બનીને લોકોને આ બતાવીશ. આ તો ખાલી ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે. બધા જ ખુલાસા કરીશ. મારા FOP મિત્રે તે દિવસે મારી મદદ ન કરી હોત તો દિલ્હીની નિર્ભયા કાંડની ઘટના જેવી જ મારી સાથે નિર્ભયા 2 થઈ જાત.



આ પણ વાંચો :  હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ બન્યા બાદ પોતાની રણનીતિ જણાવી, કહ્યુ- '2022માં 120 બેઠકો જીતીશું'

સુનિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પર રાજકીય દબાણ આપવામાં આવી રહ્યું છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ સાથે પોલીસનું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.
Published by:Jay Mishra
First published:

Tags: Kumar kanani, Prakash kanani, Sunita yadav, Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन