સુરત: સુનિતા યાદવ ફરી વિવાદમાં, હવે પોતે Coronaના નિયમોનો ધજાગરો ઉડાવતો Video કર્યો વાયરલ


Updated: August 1, 2020, 11:07 PM IST
સુરત: સુનિતા યાદવ ફરી વિવાદમાં, હવે પોતે Coronaના નિયમોનો ધજાગરો ઉડાવતો Video કર્યો વાયરલ
સુનિતા યાદવે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો (ફોટો - સોશિયલ મીડિયા)

આરોગ્ય મંત્રીના દીકરાને કોરોના ગાઈડ લાઇનો પાઠ ભણાવવાથી વિવાદમાં સપડાયેલી સુનિતા યાદવ ફરી વિવાદમાં આવી છે.

  • Share this:
સુરત : આરોગ્ય મંત્રીના દીકરાને કોરોના ગાઈડ લાઇનો પાઠ ભણાવવાથી વિવાદમાં સપડાયેલી સુનિતા યાદવ ફરી વિવાદમાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાવતી સુનિતા યાદવ પોતાના જ વીડિયોમાં કેદ થઈ છે. મોર્નિંગ વોક પર નીકળેલી સુનિતા યાદવ પોતે જ જાણે નિયમો ભૂલી ગઈ હોય તેવું સામે આવ્યું છે. સુનિતા સેલ્ફી લેતી અને ઈન્ટર્વ્યૂ વખતે અંતર જાળવવાનું તો છોડો માસ્ક પણ ચહેરા પરથી હટાવી દીધેલી હાલતમાં જોવા મળી રહી રહી છે. જેથી સોશિયલ મીડિયામાં સિંઘમ બનેલી સુનિતા પર સવાલોનો મારો ચાલુ થયો છે.

થોડા દિવસ પહેલા સુરતમાં રહેતા અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીના દીકરા સાથે કોરોના ગાઈડ લાઇનને લઈને હંગામો મચાવી વિવાદોમાં આવેલી સુનિતા યાદવ ફરીએ એક વાર વિવાદમાં આવી છે. આ વખતે અન્ય કોઈ સાથે નહીં પણ કોરોના ગાઈડ લાઇન અને નિયમો તથા કાયદાની વાત કરનાર સુનિતા યાદવ પોતે જ કોરોના ગાઈડ લાઇનના ધજાગરા ઉડાવતી જોવા મળી છે.

તેણે પોતાનો વીડિયો બનાવી પોતે જ વાયરલ કરી વિવાદને હવા આપી છે. સુનિતા યાદવ આજે મૉર્નિંગ વોક પર નીકળી હતી ત્યારે કેટલાક લોકો ઉકાળાનું વિતરણ કરતા હતા, ત્યારે તેમની પાસે જઇને આયોજક રતિભાઈ જેસાભાઈ પટોળીયાનું ઈન્ટર્વ્યૂ કર્યું હતું. સુનિતાએ રતિભાઈની સેવાને બિરદાવી હતી. છેલ્લા એક દોઢ મહિનાથી સેવા કરતાં રતિભાઈની સેવાને અન્ય લોકોએ પણ બિરદાવી હતી. સાથે જ જણાવ્યું હતું કે, આ જ અસલ કોવિડ વોરિયર છે. બીજા લોકો જે સર્ટીફિકેટ લઈને ફરે છે તે ખોટા છે તેમ કહીને તેમની મજાક ઉડાવી હતી.

આ પણ વાંચોસુરત : લોહીલુહાણ ઝઘડો, સાળાને બચાવવા વચ્ચે પડેલા બનેવીની ચપ્પાના ઘા મારી કરી દીધી હત્યા

હવે વિવાદોમાં આવેલી સુનિતા જે કાયદાની અને કોરોના ગાઈડ લાઇન વાત કરતી હતી, તે તમામ વાત ભૂલી જઈને ત્યાં હજાર લોકો સાથે સેલ્ફી લીધી હતી અને સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવા લાગી હતી. તેઓ વિડીયો બનાવવામાં એટલા મશગુલ થઇ ગયા કે, તમામ નિયમો નેવે મૂકી દીધા હતા. જોકે વિડીયો બનાવતા સમયે અચાનક નિયમો યાદ આવ્યા હોય તેમ વીડિયોને પુરો કરતાં કહ્યું કે, તમે લોકો થોડા દૂર ઉભા રહો. પછી પોતે ચહેરા પર માસ્ક બાંધતા કહ્યું કે, આપણો તો નિયમ જ છે કે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું.



જોકે, નિયમો અંગેની વાત સુનિતાને વીડિયો બનાવતી વખતે યાદ ન રહી હોવાનું પણ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. મંત્રી પુત્રને અડધી રાતે કાયદાનું ભાન કરાવવાથી વિવાદમાં આવેલી સુનિતા યાદવ હાલ ખુદ વિવાદમાં વધુ સપડાઈ રહી છે. નિયમોનો લોકો પાસે આગ્રહ રખાવતી લોકરક્ષક સુનિતા યાદવ પર લોકોને ગાળો ભાંડવાથી લઈને ઉઠક-બેઠક કરાવવી અને કહ્યા વગર ડ્યુટી પર ન આવવા સહિતની ત્રણેક મુદ્દે પોલીસ દ્વારા ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે. તેવામાં આ વીડિયો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તેના પર કાર્યવાહી કરવાની સાથે લોકો સોશિયલ મીડિયામાં તેની મજાક ઉડાવતા જોવા મળ્યા છે.
Published by: kiran mehta
First published: August 1, 2020, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading