સુરત: લિંબાયત વિસ્તારમાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

News18 Gujarati
Updated: July 5, 2018, 11:30 AM IST
સુરત: લિંબાયત વિસ્તારમાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

  • Share this:
સુરત શહેરમાં આત્મહત્યાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. જેમાં માનસિક અને શારીરિક ત્રાસ આત્મહત્યાના બનાવો પણ બની રહ્યા છે. આજે લિંબાયત વિસ્તારમાં પતિ-પત્નીએ ગેળેફાંસો ખાઇ લેતા સનસનાટી મચી ગઇ છે.

ઘટનાને પગલે સુભાષનગરમાં પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં લોકો એકઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આત્મહત્યાને ગુનો નોધ્યો છે. આ ઘટનામાં હજુસુધી કોઇ ઠોસ કારણ સામે આવ્યુ નથી. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.જો કે હવે આ ઘટનામાં પોલીસ તપાસ બાદ જ સાચુ કારણ બહાર આવશે.ઉલ્લેખનીય છે લિંબાયત વિસ્તારમાં આ પહેલા પણ પોતાના ત્રણ બાળકો સામે પતિ-પત્નીએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.
First published: July 5, 2018
વધુ વાંચો
अगली ख़बर