કિર્તેષ પટેલ, સુરતઃ સુરત કોર્પોરેશન દ્વારા પુણામાં આવેલા આદિજાતિ વિભાગ ગુજરાત સરકાર સંચાલિત આદિવાસી બાળકોની હોસ્ટેલ ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. અને રામધૂન પણ બોલાવી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુણા વિસ્તારમાં આવેલી આદિવાસી બાળકોની હોસ્ટેલ ખાતે ડિમોલેશન હાથ ધરતા બાળકોએ હોબાળો મચાવ્યો હતો. સાથે સાથે બાળકોએ રામધૂન પણ બોલાવી દેખાવ કર્યો હતો. અમારી હોસ્ટેલ બચાવવા માટે ગમે તે કરીશું એવા પોસ્ટરો પણ વિદ્યાર્થીઓ લઇને બેઠા છે.
વધુ મળતી માહિતી પ્રમાણે આ રામધુનમાં OBC નેતા મનુભાઇ ચાવડા ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ સાથે બેસી ગયા હતા. ઘટના સ્થળ ઉપર પોલીસનો મોટો કાફલો તૈનત કરવામાં આવ્યો છે. સુરત મહાનગપાલિકા દ્વારા કોઇપણ નોટિસ આપ્યા વગર જ ડિમોલેશનનો પ્રયાસ કર્યો હોવાનો મનુભાઇ ચાવડાએ આક્ષેર કર્યો હતો.
મનુભાઇ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ ચાલું હોસ્ટેલ અને ચાલુ શાળા દરમિયાન ડિમોલેશનની કામગીરી હાથધરી હતી. ચોમાસામાં કોઇપણ પ્રકારનું ડિમોલેશન ન કરવાનો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે છતાં પણ અધિકારીઓએ દાદાગીરી અને જબરદસ્તીથી ડિમોલેશનની કામગીરી કરવાનું મનુભાઇ ચાવડાએ જણાવ્યુંહતું. જોકે, અત્યારે મામલો થાળે પડ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર