વિદ્યાર્થીઓનો વિરોધ, 'નર્મદા યુનિવર્સિટી જીવના જોખમે પરીક્ષા લેવા જઈ રહી, મહારાષ્ટ્ર જેવું કરવું જોઈએ'

વિદ્યાર્થીઓનો વિરોધ, 'નર્મદા યુનિવર્સિટી જીવના જોખમે પરીક્ષા લેવા જઈ રહી, મહારાષ્ટ્ર જેવું કરવું જોઈએ'
નર્મદા યુનિવર્સિટીમાં પરીક્ષાનો વિરોધ

હાલમાં સુરતમાંથી લાખોની સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર તેમજ અન્ય રાજયોમાં લોકો જતા રહ્યા છે. જેમાં નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ છે. તેમણે પણ પરીક્ષાઓ આપવાની છે.

  • Share this:
સુરત : આગામી 25 જુનથી નર્મદ યુનિવર્સિટી દ્વારા લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રમાણે પરીક્ષા લેવાની વાતને લઇને વિરોધ નોધાવાય રહ્યો છે. આજે કાપોદ્રા ધારૂકા વાળા કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોધાવ્યો હતો અને ડિસટન્સ રાખી કોલેજ પ્રિમાયસીસમાં ધરણા પ્રદર્શન કર્યું હતું.

નર્મદ યનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારી પણ આ ધરણામાં જોડાયા હતા, તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોઇ પણ યુનિવર્સિટી દ્વારા આવી લેખીત પરીક્ષાનું આયોજન કર્યું નથી. નર્મદ યુનિવર્સીટી શું કરવા વિદ્યાર્થીઓના જોખમે આ પરીક્ષા લેવા જઇ રહી છે. પરિક્ષા ઓનલાઇન લેવાવી જોઇએ અથવા મહારાષ્ટ્રની જેમ મેરીટ બેસ પ્રમોશન આપી દેવા જોઇએ જો તેઓ તેમ છતા પણ પરીક્ષા લેવા માંગતા હોઇ તો તે પરીક્ષા ઓ કોરોનાના કેસ ઓછાથાય પછી પણ લઇ શકાય છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સુરતમાંથી લાખોની સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર તેમજ અન્ય રાજયોમાં લોકો જતા રહ્યા છે. જેમાં નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ છે. તેમણે પણ પરીક્ષાઓ આપવાની છે.

હાલના નિયમો પ્રમાણે બહારથી આવતા તમામ લોકોએ 14 દિવસ કોરેન્ટાઇન રહેવાનું છે. આવા સમયે શા માટે સરકાર વિદ્યાર્થીઓને ટેસ્ટીંગ કીટ તરીકે ઉપયોગ કરે છે. રબારીએ પણ જણાવ્યું હતું કે, આગામી દિવસમાં પરીક્ષા મોકુફ કરવામાં નહિ આવે તો તેનો વિરોધ કરવામાં આવશે.
First published:June 10, 2020, 17:52 pm