Home /News /south-gujarat /

વડોદરા અને સુરતની સ્કૂલોમાં બાકી ફીને લઈ વિદ્યાર્થીઓનાં પરિણામો અટકાવાયાં

વડોદરા અને સુરતની સ્કૂલોમાં બાકી ફીને લઈ વિદ્યાર્થીઓનાં પરિણામો અટકાવાયાં

વડોદરાઃ નવરચના સ્કૂલમાં બાકી ફીને લઈ પરિણામો અટકાવાતાં વાલીઓનો હોબાળો.

    વડોદરા: રાજ્યમાં આજે સુરત અને વડોદરામાં બાકી ફીને લઈ વિદ્યાર્થીઓનાં પરિણામો અટકાવવામાં આવ્યાં હતાં. વડોદરાની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરિણામ ન આપતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્કૂલના કર્મચારી દ્વારા વાલીઓને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્કૂલના સંચાલકો દ્વારા પણ વાલીઓ જોડે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ, સુરતની ટી.પી.સવાણી રેડિયેન એકેડેમીમાં પણ ફી ન ભરનારા વિદ્યાર્થીઓનાં પરિણામો અટકાવવામાં આવ્યાં હતાં. પોતાનાં બાળકોનાં પરિણામ ન મળતાં વાલીઓ રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

    મળતી વધુ વિગત મુજબ, આજે સવારે વડોદરાની નવરચના સ્કૂલમાં જેમની ફી બાકી હોય એવા વિદ્યાર્થીઓનાં પરિણામ અટકાવવામાં આવ્યાં હતાં. રિઝલ્ટ ન મળતાં વાલીઓ રોષે ભરાયા હતા. પ્રોવિઝનલ ફી નહિ ભરે તો વિદ્યાર્થીને રિઝલ્ટ આપવામાં નહિ આવે એવું સ્કૂલ-સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું, આથી વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. સ્કૂલના કર્મચારી દ્વારા વાલીઓને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્કૂલ-સંચાલકો દ્વારા માહિતીની જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી હતી.

    બીજી બાજુ, સુરતની ટી.પી. સવાણી રેડિયેન એકેડેમીમાં પણ ફી મામલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્કૂલ-સંચાલકોએ ફી ન ભરનારા વિદ્યાર્થીઓનાં પરિણામ અટકાવ્યા હતાં. રિઝલ્ટ ન મળતાં વાલીઓએ હોબાળો મચાવ્યા હતો. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ



    First published:

    Tags: Result stopped, ગુજરાત, વડોદરા, શિક્ષણ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन