સુરત: સુરતમાં આજે એક વિધાર્થીએ પરીક્ષાના દિવસે પોતાના રૂમમાં સુસાઇડ નોટ લખીને પંખા સાથે ગળે ફાસો ખાઈને આપઘાત કરતા ચકકચાર મચી જવા મચી ગઈ છે. ભાવુક અંતિમ ચિઠ્ઠી લખી વિદ્યાર્થીએ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળે આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે.
બનાવની વિગત એવી છે કે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતો અને મૂળ ભાવનગરનો દીપક બોરિચા યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં ચોથા માળે રૂમ નંબર 405માં રહેતો હતો અને ભગવાન મહાવીર કોલેજમાં બી.એડના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે બી.એડની પ્રથમ વર્ષની પરીક્ષાનું 10.30 વાગ્યે પહેલું પેપર હતું.
જોકે પરીક્ષા આપવા આ વિધાર્થી નહિ નીકળતા અન્ય વિધાર્થી એ તેને જોવા જતા તે પોતાના રૂમમાં પંખા સાથે ગળે ફાસો લગાવી આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે હોસ્ટેલના અધિકારીએ તાતકાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી આવી હતી અને પોલીસે આપઘાત કરનાર સ્ટુડન્ટના રૂમમાં તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી.
બોરિચાએ અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, જિંદગીથી હારી ગયો છું. આપઘાત માટે મને કોઈનું દબાણ નથી. જાતે જવાબદાર છું. પોલીસે સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.જોકે આપઘાત કરનાર યુવાનનો નાના ભાઇપણ આજ હોસ્ટેલમાં રહેતો હોવાને લઇને તે દોડી આવ્યો હતો. ઘટનાના પગલે યુવકના માતાપિતા ભાવનગરથી દોડી આવ્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર