સુરતઃ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થતાં વિદ્યાર્થીએ ફાંસો લગાવી કરી આત્મહત્યા

સુરતઃ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થતાં વિદ્યાર્થીએ ફાંસો લગાવી કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે 71.34 ટકા પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાયેલી હતી. જોકે, કેટલાક નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી.

 • Share this:
  સુરતઃ આજે રવિવારે 17મેના રોજ ગુજરાત બોર્ડનું (Gujarat Board) ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું (12th science result)પરિણામ જાહેર થયું હતું. આ વર્ષે 71.34 ટકા પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાયેલી હતી. જોકે, કેટલાક નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી. આવી સ્થિતિમાં સુરતમાં (suicide) ધોરણ 12 સાન્યસમાં ના પાસ થતાં એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા (suicdie) કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથધરી છે.

  મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા દિવાળીબાગ સોસાયટીમાં 17 વર્ષીય નિસર્ક પરેશભાઈ પરતીવાલા પરિવાર સાથે રહેતો હતો. તેણે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. જોકે, આજે આવેલા વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં તેની આશા ઉપર પાણી ફરીવળ્યું હતું. અને તે નાપાસ થયો હતો.  પરિક્ષામાં નાપાસ થતાં નિસર્ક આઘાતમાં સરી પડ્યો હતો અને તણાવમાં આવી ગયો હતો. આઘાતમાં સરી પડેલા નિસર્ક રૂમમાં પંખા સાથે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારે નિસર્ક લટકતી હોલતમાં મળ્યો હતો. જેથી તેને તાત્કાલિત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  સુરત. આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ નાપાસ થતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. હાલ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. નિસર્કના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે પણ આ અંગે આગળની કાર્યવાહી હાથધરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

  ઉલ્લેખનીય છે કે રવિવારનાં રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.34 % પરિણામ આવ્યું. 1,16,494 વિદ્યાર્થીઓમાંથી 83,111 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા. સૌથી ઉંચું રાજકોટ જિલ્લાનું 84.69 % પરિણામ જાહેર થયું છે.

  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,16,494 વિદ્યાર્થીઓમાંથી 83,111 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. રાજ્યમાં કેન્દ્ર મુજહ સૌથી ઉંચું પરિણામ ધ્રોલ કેન્દ્રનું પરિણામ જાહેર થયું છે. આ કેન્દ્રનું 91.42 % પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 23.02% પરિણામ આવ્યું છે.
  Published by:News18 Gujarati
  First published:May 17, 2020, 20:10 pm

  ટૉપ ન્યૂઝ