સુરતઃવિદ્યાર્થીને ટ્યુશન ક્લાસના શિક્ષકે પશુની જેમ ફટકાર્યો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃવિદ્યાર્થીને ટ્યુશન ક્લાસના શિક્ષકે પશુની જેમ ફટકાર્યો
સુરતઃ સુરતમાં ધોરણ આઠમા અભ્યાસ કરતા વિધાર્થીને ટ્યુશન ક્લાસના શિક્ષકે ઢોર માર માર્યો હોવાની રાવ ઉઠી છે.સુરતના લીંબાયત વિસ્તારમાં બનેલી ઘટના બાદ શિક્ષક તરફી લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃ સુરતમાં ધોરણ આઠમા અભ્યાસ કરતા વિધાર્થીને ટ્યુશન ક્લાસના શિક્ષકે ઢોર માર માર્યો હોવાની રાવ ઉઠી છે.સુરતના લીંબાયત વિસ્તારમાં બનેલી ઘટના બાદ શિક્ષક તરફી લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.
લીંબાયત વિસ્તારમાં આવેલ વિશ્વાતી પાર્ક સોસાયટીના પ્લોટ નંબર 63 મા રહેતા યોગેશ રવીભાઈ મારવાડી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે.યોગેશભાઈના પુત્ર રાહુલ ડિડોલી વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ધોરણ આઠમા અભ્યાસ કરે છે.સોમવારના રોજ સાંજના સમયે રાહુલ લીંબાયત ના નીલગીરી વિસ્તારમાંથી ટ્યુશનેથી પગપાળા ઘરે જઇ રહ્યો હતો.જે  દરમ્યાન નજીકમાં આવેલ કેમ્બ્રિજ ટ્યુશન કલાસ ચલાવતા યાદવ નામના  શિક્ષકે રાહુલને રસ્તામાં રોક્યો હતો.
ત્યારબાદ રાહુલ નામના આ વિદ્યાર્થીને શિક્ષકે બળજબરીપૂર્વક ઘસડી પોતાની મોટર સાયકલ પર બેસાડી દીધો અને પોતાના ટ્યુશન કલાસ પર લઇ ગયો હતો.જ્યા તેણે વિધાર્થીને માર માર્યો હતો.વિદ્યાર્થીના ગળાના ભાગે નખથી ઉભરાયેલા નિશાન મળી આવ્યા હતા.ટ્યુશનના  અન્ય વિદ્યાર્થીઓ શિક્ષકની મજાક કરતા હોવાથી  શંકાને કારણે  માર મરાયો હોવાનું ખુદ વિધાર્થીએ જણાવ્યું છે.
વિદ્યાર્થીના પિતા યોગેશભાઈએ જણાવ્યુ હતું કે ,દિવાળી પહેલા મારો પુત્ર કેમ્બ્રિજ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતો હતો.જો કે ટ્યુશનમાં અભ્યાસ કરવા છતાં કોઈ નક્કર પરિણામ બાળકમાં નહીં આવતા અહીંથી ઉઠાવી અન્ય ટ્યુશન ક્લાસમાં બેસાડી દેવામાં આવ્યો હતો.જેનો જૂનો વેર વાળવા શિક્ષકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે.
 
First published: February 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर