દારૂબંધીનો કડક અમલ ન કરતા અલ્પેશ ઠાકોરની ચેતવણી, "હવે સરકારને નહી છોડીએ"

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 6:30 PM IST
દારૂબંધીનો કડક અમલ ન કરતા અલ્પેશ ઠાકોરની ચેતવણી,
અમદાવાદઃગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો હોવા છતાં રાજયમાં લઠ્ઠાકાંડ સર્જાતા સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.છ મહિનામાં બીજી વખત લઠ્ઠાકાંડ સર્જાતા ઓબીસી-એસસીએસટી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોરને સરકારને ઘેરવાનો વધુ એક મજબૂત મુદ્દો મળી ગયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 6:30 PM IST
અમદાવાદઃગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો હોવા છતાં રાજયમાં લઠ્ઠાકાંડ સર્જાતા સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.છ મહિનામાં બીજી વખત લઠ્ઠાકાંડ સર્જાતા ઓબીસી-એસસીએસટી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોરને સરકારને ઘેરવાનો વધુ એક મજબૂત મુદ્દો મળી ગયો છે.

અલ્પેશ ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યો છે કે, પોલીસ અને નેતાઓ દારૂના હપ્તા લે છે.સરકારે કાયદો તો બનાવ્યો છે પણ તેનું અમલીકરણ કરાતુ નથી.પોસ્ટમોર્ટમ રિર્પોટમાં પોલીસ અને તંત્ર ગરબડ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર સુરત અને ગૃહપ્રધાન પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી પણ અલ્પેશ ઠાકોરે માંગ કરી છે. અલ્પેશે કહ્યુ હતું કે,6 મહિનામાં સુરતમાં બીજીવાર લઠ્ઠાકાંડ થયો છે. સરકાર મૃત્યુઆંક ઓછો બતાવે છે.CM અને HM જવાબદારી સ્વીકારે.1 ફેબ્રુઆરી બાદ દારૂબંધી પાર્ટ-2 શરૂ કરીશું.

ફાઇલ તસવીર

First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर