સુરતમાં સાવકા બાપે 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું, માતાએ નોંધાવી ફરિયાદ

News18 Gujarati
Updated: November 30, 2019, 10:19 AM IST
સુરતમાં સાવકા બાપે 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું, માતાએ નોંધાવી ફરિયાદ
ન્યૂઝ18 ક્રિએટિવ

માતા કામથી બહાર ગઈ હતી અને પછી આવી ત્યારે તેનો પતિ કઢંગી હાલતમાં જોવા માંડ્યો હતો.

  • Share this:
સુરત : શહેરમાં (Surat) સમાજને લજવતો કિસ્સો સામે આવ્યો છે. પિતા દ્વારા પોતાની 11 વર્ષની દીકરી (daughter) સાથે એક વાર નહીં પણ અનેક વખત બળાત્કાર (molest) કર્યાની ઘટના સામે આવી છે. જોકે, માતાએ પિતા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ છેલ્લા લાંબા સમયથી તેની 11 વર્ષની દીકરી સાથે બળાત્કાર ગુજારતો હતો. જોકે પતિનાં મૃત્યું બાદ આ મહિલાએ બીજા યુવક સાથે લગ્ન કાર્યા હતા. આ મહિલા કામ અર્થે બહાર ગઈ હતી અને પછી આવી ત્યારે તેનો પતિ કઢંગી હાલતમાં જોવા માંડ્યો હતો. જોકે, તેને પતિ પર શંકા જતા પોતાની 11 વર્ષની દીકરીને બોલાવી સમજાવી અને તેને બધી વાત પૂછી હતી.

આ પણ વાંચો : દાહોદ : એક જ પરિવારનાં 6 સભ્યોનાં હત્યારાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો?

જે બાદ દીકરીએ પિતા દુષ્કર્મ આચરતો હોવાની વાત સ્વીકારી હતી. જે સાંભળીને માતાનાં પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. જોકે, વધુ પૂછતાં દીકરીએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ બે વખત આવી રીતે પિતાએ દુષ્કર્મ કર્યું હતું. આ સાંભળીને માતા તાતકાલિક પોતાની દીકરીને લઈને સાલબતપુરા પોલીસ મથકે પોંહચીને પોતાના પતિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદનાં આધારે પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ શરુ કરી આ મામલે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો : રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
First published: November 30, 2019, 10:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading