Home /News /south-gujarat /ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, કિશોરીની આત્મહત્યાની કોશિશ
ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, કિશોરીની આત્મહત્યાની કોશિશ
વિદ્યાર્થિની આપઘાતની કોશિશ
ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છેલ્લા ઘણા સમયથી શાળાએ જવાનું કહી બોયફ્રેન્ડ સાથે ફરવા ઉપડી જતી હોવાની હકીકત સામે આવતા પરિવારે નજર કેદ કરવા મજબૂર બન્યું હતું
સુરતઃ સુરતમાં ધો.10ની વિદ્યાર્થિની (Surat News) ભણવાની જગ્યાએ બોયફ્રેન્ડ (BoyFriend) સાથે ફરવા નીકળી જતી હતી. જેથી પરિવારે નજર કેદ કરતાં આપઘાતનો પ્રયાસ (Suicide attempt) કર્યો હોવાની ઘટના સામે આવતા દરેક પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો છે. વિર્ધાથીનીઓના વાલીઓની (parents) આંખ ઉઘાડનારો કિસ્સો સુરતના લિંબાયતમાં (limbayat) વાલીઓની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. એક કિશોરી વિદ્યાર્થિનીએ ફાંસો ખાધા બાદ પણ મોત નહિં મળતા એસીડ (drink Acid) ગટગટાવ્યું હતું.
આપઘાતના પ્રયાસના કારણમાં પ્રેમી સાથે ફરવા જવા પર પરિવારે પ્રતિબંધ લગાડતા કિશોરીએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવતાં પરિવાર દોડતું થઈ ગયું હતું. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છેલ્લા ઘણા સમયથી શાળાએ જવાનું કહી બોયફ્રેન્ડ સાથે ફરવા ઉપડી જતી હોવાની હકીકત સામે આવતા પરિવારે નજર કેદ કરવા મજબૂર બન્યું હતું. જેથી વાત માઠું લાગી આવતાં કિશોરી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જોકે આપઘાત નો પ્રયાસ કરતા પરિવારજનો દોડતા થઈ ગયા હતા. પરિવાર બહેનને નજર કેદ કરવા મજબૂર બન્યા હતાપરિવારે જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા બહેનની શંકાસ્પદ કામગીરી બાદ કંઈ ખોટું થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા ખબર પડી હતી કે, કોઈ યુવક સાથે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળતી બહેન ફરવા ઉપડી જતી હતી.
તમામ હકીકતોની તપાસ કર્યા બાદ 16 વર્ષની બહેનને નજર કેદ કરવા મજબૂર બન્યા હતા. 5 ભાઈ-બહેનો અને માતા-પિતા મળી 7 જણાના પરિવારમાં પહેલો આવો બનાવ બનતા બધા જ વિચારમાં પડી ગયું છે. હાલ તો આ મામલે આપઘાત પ્રયાસ કરનાર વિધાથિના નિવેદન લઈને તપાસ શરૂ કરી છે. બોય ફ્રેન્ડ જવાની ના પાડતા વીધાથીઓ આપઘાતનો પ્રયાસ કર્યો..?
પરિવારજનો નું કહેવું છે માતાએ ઠપકો આપી બહાર ન જવા દેતા બહેન ગુસ્સામાં આવી ગઈ હતી. આ ઉંમરે લફરાંને લઈ પરિવાર બહેનને નજર કેદ રાખતો હતો. શુક્રવારે બોયફ્રેન્ડ સાથે બહાર જવાનું કહેતા તું.. તું.. મે..મે.. થઈ ગયું હતું. બસ એ જ વાતનું ખોટું લગાડી બહેને પહેલા ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ એસિડ પી લેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. હાલ એની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.