સુરત અગ્નિકાંડ : 'બળવાની ગંધ આવતા ક્લાસ સંચાલકે બારણું બંધ કરાવ્યું અને 22નાં જીવ ગયા'

News18 Gujarati
Updated: August 23, 2019, 12:07 PM IST
સુરત અગ્નિકાંડ : 'બળવાની ગંધ આવતા ક્લાસ સંચાલકે બારણું બંધ કરાવ્યું અને 22નાં જીવ ગયા'
આજે આરોપીઓની જામીનની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

દુર્ઘટના સમયે હાજર રહેનાર વિદ્યાર્થીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે ક્લાસનાં સંચાલક ભાર્ગવ બુટાણીની મુર્ખાઇને કારણે 22 વિદ્યાર્થીઓનાં જીવ ખોયો છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતનાં તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ કેસમાં બચાવપક્ષની દલીલો ગઇકાલે પુરી થઇ છે. અને આજે આરોપીઓની જામીનની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ સરકારપક્ષ આરોપીઓના જામીનના વિરોધમાં રજૂઆત કરશે. ત્યારે દુર્ઘટના સમયે હાજર રહેનાર વિદ્યાર્થીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે ક્લાસનાં સંચાલક ભાર્ગવ બુટાણીની મુર્ખાઇને કારણે 22 વિદ્યાર્થીઓનાં જીવ ખોયો છે.

ક્લાસનું બારણું બંધ કરાવ્યું હતું

આ મામલે મળતી માહિતી પ્રમાણે અગ્નિકાંડ પહેલા ક્લાસમાં હાજરના નિવેદન આધારે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. ક્લાસમાં હાજર ઋષિત વેકડિયાએ એક નિવેદન આપ્યું છે કે 'પ્લાસ્ટિકનો કચરો સળગતો હોવાનું અનુમાન ક્લાસનાં સંચાલક ભાર્ગવ બુટાણીએ લગાવ્યું હતું. જેના કારણે 3.30 વાગ્યે કચરો બળતો હોવાનું કહી ક્લાસનો દરવાજો બંધ કરાયો હતો. સંચાલક ભાર્ગવ બુટાણીની મૂર્ખાઇને કારણે 22 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.'

આ પણ વાંચો : બાળક મારૂં નથી, મહિલાએ મારી પાસે 20 કરોડ રૂ. માંગ્યા : દહિયા

ગઇકાલે કોર્ટમાં શું થયું ?

આગ કાંડમાં સાપરાધ મનુષ્ય વધના ગુનામાં જેલવાસ ભોગવતા 9 આરોપીઓએ અગાઉ જામીન નકારાયા બાદ વધુ એકવાર ચાર્જશીટ રજુ થયાના ગ્રાઉન્ડ પર જામીન માટે માંગ કરી છે. આજે આ કેસમાં સંડોવાયેલા તક્ષશિલા આર્કેડના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર,સવજી પાઘડાળ તથા ફાયર વિભાગના આરોપી અધિકારી કીર્તિ મોઢ, હિમાંશુ ગજ્જર તથા ડીજીવીસીએલના આરોપી ઈજનેર દિપક નાયકના બચાવપક્ષની દલીલો હાથ ધરવામાં આવી હતી. જે તમામ આરોપીઓનાં બચાવપક્ષે કેતન રેશમવાલા,રાજેશ ઠાકરીયા તથા કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે હાલમાં આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ થઈ જતાં તપાસ પુરી થઈ ગઈ છે. ચાર્જશીટમાં આરોપીઓની ગુનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી હોવાનું ચાર્જશીટ પરથી ફલિત થતું નથી. આરોપીઓ સ્થાનિક રહીશ હોઈ નાસીભાગી જાય કે ટ્રાયલમાં ગેરહાજર રહે તેવી સંભાવના નથી.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading