ચુની ગજેરા તેની સ્કૂલમાં બાળકોને ક્રાંતિકારી નહીં, બંડખોર બનાવે છે : ફરિયાદી શિક્ષિકા


Updated: September 2, 2020, 2:20 PM IST
ચુની ગજેરા તેની સ્કૂલમાં બાળકોને ક્રાંતિકારી નહીં, બંડખોર બનાવે છે : ફરિયાદી શિક્ષિકા
ફરિયાદી શિક્ષિકા.

ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્યએ હવે ફરિયાદી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે, આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિક્ષિકાએ અગાઉ ટ્રસ્ટ પાસેથી 11 લાખ રૂપિયા પડાવી લીધા છે.

  • Share this:
સુરત : શહેરના મોટા ઉદ્યોગપતિ અને ગજેરા ગ્લોબલ સ્કૂલ (Gajera Global School)ના ટ્રસ્ટી ચુની ગજેરા (Chuni Gajera) સામે એક શિક્ષિકાએ છેડતીની ફરિયાદ આપી છે. આ મામલે આજે સ્કૂલના પ્રિન્સિપાલ (School Principal) તરફથી શિક્ષિકા સામે 11 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ આપવામાં આવી છે. આ મામલે ગજેરા ગ્લોબલ સ્કૂલની ભૂતપૂર્વ શિક્ષિકા (Teacher)એ નિવેદન આપ્યું હતું કે, "આ વાત હું અનેક વખત કહી ચૂકી છું કે મને 11 લાખ રૂપિયાની ઓફર થઈ હતી. એ લોકોને જે લાગે તે અંગે ફરિયાદ (Police Complaint) કરવાનો અધિકાર છે. જો હું ખોટી હોવ તો દોઢ દોઢ વર્ષથી ન લડું. હું દોડી દોડીને કામ કરી રહી છું. આ માટે મારે પણ અનેક રૂપિયા ખર્ચવા પડે છે. ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય મેં ક્યારે 11 લાખ રૂપિાયની માંગણી કરી હતી તેના પૂરાવા રજૂ કરે. હું ભૂતકાળમાં પોલીસને સ્ટેમ્બ પેપર પર લખીને આપી ચૂકી છું કે મને લાખો રૂપિયાની ઑફર થઈ ચૂકી છે. આ લોકો હવે તેમની જ રચેલી જાળમાં ફસાયા છે."

પોલીસે હાઇકોર્ટના આદેશ બાદ પીડિતાની ફરિયાદ લીધી અને ચુની ગુજેરાની સ્કૂલ તરફથી કરવામાં આવેલી ફરિયાદ પોલીસે 24 કલાકમાં લીધી તેના પર પ્રતિક્રિયા આપતા પીડિત શિક્ષિકાએ કહ્યું કે, "હું એવું કહીશ કે તેમની બધી ઈચ્છા પુરી થઈ. હું આ પહેલા પણ પોલીસને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં અત્યારે જે ફરિયાદ કરું છે તેના જણાવી ચૂકી છું. એ વખતે મેં તેમાં 11 લાખ અને 50 લાખનો પણ ઉલ્લેખ કર્યો છે. મને 11 લાખ રૂપિયાની ઑફર થઈ હતી. સમાધાન માટે પોલીસ સ્ટેશનમાં 50 લાખ રૂપિયા પણ આવ્યા હતા. આ બાબતે પણ હું પોલીસને કહી ચૂકી છું. ગજેરા ગ્લોબલ સ્કૂલમાં બાળકોને ક્રાંતિકારી નહીં પરંતુ બંડખોર બનાવવામાં આવે છે. મને પરેશાન કરતા તમામ લોકોના નામ હું ભૂતકાળમાં 50 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને પોલીસને આપી ચૂકી છું. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સામેલ છે."આ પણ વાંચો : ઉદ્યોગપતિ સામે ફરિયાદ કરનાર શિક્ષિકા સામે સ્કૂલના પ્રિન્સિપાલે પૈસા પડાવ્યાની ફરિયાદ આપી

શિક્ષિકાએ જણાવ્યું હતું કે, "ચુની ગજેરાની દીકરી કિંજલ ગજેરા એક સમયે મારી વિદ્યાર્થિની રહી ચૂકી છે. આ ઉપરાંત ગજેરા ગ્લોબલ સ્કૂલમાં શિક્ષકો થોડાં થોડાં દિવસમાં નોકરી છોડી દે છે. એક સામાન્ય શિક્ષકને કોઈ પણ કચડી શકે છે. પરંતુ એક માથાભારે વ્યક્તિ સામે મને ન્યાય અપાવવા માટે સાથ આપવા બદલ પોલીસને હું સો સો સલામ કરું છું. ચુની ગજેરાએ ચાઇલ્ડ પોર્ન, હાથ અને મોઢેથી કરેલા ગુનાઓ ઢાંકવા માટે તંત્ર પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. મને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ એક જુઠ્ઠાણાએ 100 જુઠ્ઠાણાનો જન્મ આપ્યો છે. મને ન્યાયતંત્ર અને ગુજરાત પોલીસ પર વિશ્વાસ છે કે મને યોગ્ય ન્યાય મળશે."
Published by: Vinod Zankhaliya
First published: September 2, 2020, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading