Home /News /south-gujarat /

Paper Leak: વનરક્ષક પરીક્ષાના પેપર લિક મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન- અઢી કલાક પછી પેપર બહાર આવ્યું છતા તપાસ કરીશું

Paper Leak: વનરક્ષક પરીક્ષાના પેપર લિક મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન- અઢી કલાક પછી પેપર બહાર આવ્યું છતા તપાસ કરીશું

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

અઢી કલાક પછી પેપર બહાર આવ્યું છે.તેમ છતાં સમગ્ર બાબતે તપાસ કરવામાં આવશે અને વધુમાં કહ્યું હતું કેનરેન્દ્રભાઈ મોદી એ લેખિત પરીક્ષા ની એવી ગોઠવણ કરી છે

ગુજરાતમાં પરિક્ષા (Gujarat Paper Leak) લેવાય તે પહેલા જ પેપરો ફૂટી જવાની ઘટના સામાન્ય બની ગઇ હોય તેમ અવારનવાર પેપરો ફૂટી રહ્યા છે. આજે રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા (forest guards paper leake) અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઊંઝા (Unjha)ના ઉનાવા ગામે આવેલ શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું (Van Vibhag Exam paper Leak) હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. ઉનાવામાં વન વિભાગની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ થઇ રહ્યા છે. મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલની આ ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે અને આ મામલે રાજનીતિ પણ ગરમાઇ ગઇ છે.

સુરતમાં ખાનગી કોલેજની ભૂમિપૂજન માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખાતમુહત થયું હતું અને બાદમાં શિક્ષણ મંત્રીએ ઉનાવા પેપર ફૂટવાને લઈ નિવેદન આપતા કહ્યું હતું કે, અઢી કલાક પછી પેપર બહાર આવ્યું છે. તેમ છતાં સમગ્ર બાબતે તપાસ કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ લેખિત પરીક્ષાની એવી ગોઠવણ કરી છે કે તમામ ઉમેદવારો યોગ્ય રીતે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. કોઈને આ બાબતે આરોપ કરવા હોય તો સરકાર પાસે આવે તેવું નિવેદન આપ્યું હતું. જોકે હાલ તો પેપર ફૂટ્યાના આક્ષેપ થયા હોવાનું સરકાર જણાવી રહી છે ત્યારે આ મામલે તપાસ કરવાની પણ સરકારે વાત કરી છે.



ક્યાં અને કઈ રીતે પેપર ફૂટ્યાના આક્ષેપ થયા

મહેસાણના ઊંઝા તાલુકાના ઉનાવામાં પેપર ફૂટ્યુ હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી. તે પણ વનરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપો થયા હતા. શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાના આક્ષેપો થયા છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા અને 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિદ્યાર્થી જવાબવાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો.

આ પણ વાંચો- Forest Guard Exam Paper Leak: ગુજરાતમાં વધુ એક પેપર લિક કાંડ, ઉનાવામાં વન વિભાગની પરીક્ષાનું પેપર ફૂટ્યુ

જોકે વિદ્યાર્થી રૂમમાં જવાબ સાથે આવતા નિરીક્ષકે પકડતા ભાંડો ફૂટ્યો હતો. જોકે આ મામલે અન્ય પરિક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ ઉપર કોણે સોલ્વ કર્યા તે એક સવાલ ઉભો થયો છે ત્યારે હાલ તો આ મામલે સરકાર દ્વારા પણ તપાસ કરવાની વાત કરવામાં આવી છે ત્યારે સત્ય કેટલું છે તે તો તપાસ બાદ બહાર આવી શકે  તેમ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Jituvaghani, Paper leak, Unjha, જીતુ વાઘાણી, પેપર લીક

આગામી સમાચાર