Home /News /south-gujarat /

સુરતઃ સ્ટેટ વિજિલન્સના જુગારધામ ઉપર દરોડાઃ 60 જુગારીઓ ઝડપાયા

સુરતઃ સ્ટેટ વિજિલન્સના જુગારધામ ઉપર દરોડાઃ 60 જુગારીઓ ઝડપાયા

જપ્ત થયેલો મુદ્દા માલ

સ્ટેટ વિઝિલન્સે સુરતમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં વિઝિલન્સે મોટાપાયે જુગારીઓ ઝડપ્યા હતા. આ દરોડામાં 60 જેટલા જુગારીઓ સહિત લાખોની મત્તા પોલીસના હાથે લાગી હતી.

    સ્ટેટ વિઝિલન્સે સુરતમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં વિઝિલન્સે મોટાપાયે જુગારીઓ ઝડપ્યા હતા. આ દરોડામાં 60 જેટલા જુગારીઓ સહિત લાખોની મત્તા પોલીસના હાથે લાગી હતી. પોલીસે આ તમાર જુગારીઓની અટકાયત કરીને જેલ ભેગા કર્યા છે. જ્યારે વિઝિલન્સની આ કાર્યવાહીથી અઠવા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

    મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્ટેટ વિઝિલન્સની ટીમ મંગળવારે સુરતમાં ત્રાટકી હતી. આશરે 20 અધિકારીઓ અને પોલીસ અધિકારીઓના કાફલા સાથે જુગાર ધામ ઉપર દરોડા પાડ્યા હતા.



    ચાલુ જુગારે પોલીસ ત્રાટકતા જુગારીઓમાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. જુગારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે આ રેડમાં 60 જેટલા જુગારીઓની અટકાય કરી છે. જ્યારે સ્થળ ઉપરથી લાખો રૂપિયાની મતા પણ જપ્ત કરી છે.

    ઉલ્લેખનીય છે કે, આટલા મોટ પાયે ચાલતા જુગારધામની ગંધ સુરત પોલીસને કેમ ન્હોતી એ મોટો પ્રશ્ન છે. આ જુગારધામ પોલીસની રહેમનજરથી ચાલતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અચાનક ત્રાટકેલી વિઝિલન્સને મોડાપાયે જુગારીઓને ઝડપી પાડતા અઠવા પોલીસને ઉંઘતી ઝડપી હતી.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Gambling place

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन