Home /News /south-gujarat /

સુરત: સ્ટેમ્પ પેપર ચોરીને મિલકતના બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઝડપાયો

સુરત: સ્ટેમ્પ પેપર ચોરીને મિલકતના બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઝડપાયો

ભેજાબાજ આરોપી ઝડપાયો

Surat News: 'પાર્ટી કો પૈસે કી બહુત જરૂરત હૈ તો યે પ્રોપર્ટી સસ્તે મે મીલ જાયેગી' કહીને સસ્તામાં પ્રોપર્ટીના નામે કરોડનો ચુનો લગાવ્યો.

સુરત : શહેરમાં  (Surat) ચોંકાવી દે તેવી છેતરપિંડી (fraud in Surat) સામે આવી છે. 'પાર્ટી કો પૈસે કી બહુત જરૂરત હૈ તો યે પ્રોપર્ટી અપને કો સસ્તે મે મીલ જાયેગી' એમ કહી વેસુ, પીપલોદ અને ઉધના-મગદલ્લા રોડ વિસ્તારની ચાર મિલકતના બોગસ વેચાણ દસ્તાવેજ કરી આપી રૂ. 3.66 કરોડ પડાવવાના પ્રકરણમાં ઇકોનોમીક સેલ દ્વારા ચોરી થયેલા સ્ટેમ્પ પેપરના આધારે મિલકતના બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી કરનાર કુખ્યાત ભેજાબાજને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જોકે, આ કેસમાં મદદ કરનાર અન્ય બે ઈસમોની પહેલા પોલીસે ધરપકડ કરી હતી

સુરત ઇકોનોમિક સેલના અધિકારીઓ દ્વારા દેવાયત ભેજાબાજની ઝડપી પાડયો છે. સ્ટેમ્પ પેપરની ચોરી કર્યા બાદ મિલકતના બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી કરતો હતો. આ સાથે 'પાર્ટી કો પૈસે કી બહુત જરૂરત હૈ તો યે પ્રોપર્ટી અપને કો સસ્તે મે મીલ જાયેગી'  કહીને છેતરપિંડી કરી કરોડો રૂપિયા લઈને ભાગી છૂટ્યો હતો. આ મામલે સુરતના અડાજણમાં કરણ પાર્ક રો હાઉસ, ડી-માર્ટની બાજુમાં રહેતા ગ્યાનચંદ બજરંગલાલ જૈન અને તેમના પુત્ર રોહિત જૈન સુરતના ઇચ્છાપોર ખાતે પ્લાસ્ટીકના દાણા બનાવવાની ફેકટરી ધરાવે છે. તેમના પારિવારીક મિત્ર પવનકુમાર જવાહરલાલ જૈનનો પુત્ર ઉપવન ઉર્ફે બંટી જૈને વર્ષ 2019થી 2021 અંતર્ગત વેસુ વીઆઇપી રોડના વીઆઇપી પ્લાઝામાં ઓફિસ, પીપલોદના રીવર પેલેસનો ફ્લેટ, ઉધના-મગદલ્લા રોડના ધી લેજન્ડ બિલ્ડીંગ અને કેસલ બ્રાઉન કોમ્પ્લેક્ષનો ફ્લેટને બોગસ વેચાણ દસ્તાવેજ પધરાવી રૂ. 3.66 કરોડ પડાવી લીધા હતા.

આ પ્રકરણમાં પોલીસે ઉપવનની શોધખોળ કરવાની સાથે ધી લેજન્ટ બિલ્ડીંગનો જે વેચાણ દસ્તાવેજ થયો હતો તે સ્ટેમ્પ પેપરની તપાસ કરી હતી. આ સ્ટેમ્પ પેપર વર્ષ 2014માં સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી ચોરી થયો હતો અને આ અંગે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ પણ થઇ હતી. જેથી પોલીસે આ સ્ટેમ્પ પેપર ચોરી કરનાર અશ્વીન કરમશી લાંગડીયા અને ચેતન રમેશ માંગરોલીયા  અને ચેતન રમેશ માંગરોલીયા પર તપાસ કેન્દ્રિત કરી હતી.

આ પણ વાંચો - Surat : વરાછાના જ્વેલર્સ પર DRIના દરોડા,જાણો કેટલા કરોડનું સોનું કર્યુ જપ્ત, દાણચોરીનો આરોપ

જે પૈકી અશ્વીન ઉપવન જૈનના સંર્પકમાં હોવાના અને તેઓ વચ્ચે બેંક ટ્રાન્જેકશન પણ થયા હોવાના પુરાવા મળ્યા હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનયી છે, કે આ પ્રકરણમાં પોલીસે અગાઉ બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર આરીફ ગુલશેરખાન પઠાણ અને નરેશ કેશવ વાઢેળની ધરપકડ કરી હતી. જયારે હાલ ઉપવન જૈન વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો ઉપવન જૈન અને સ્ટેમ્પ પેપર ચોર અશ્વીન લાંગડીયા બંને મિત્રોઉદ્યોગપતિ પિતા-પુત્રને સસ્તામાં પ્રોપર્ટી અપાવવાની લાલચ આપી રૂ. 3.66 કરોડ પડાવનાર ઉપવન જૈન હજી પોલીસ સકંજામાં આવ્યો નથી.

આ પણ વાંચો - Surat : વરાછાના જ્વેલર્સ પર DRIના દરોડા,જાણો કેટલા કરોડનું સોનું કર્યુ જપ્ત, દાણચોરીનો આરોપ

ઉપવનની શોધખોળની સાથે પોલીસે સ્ટેમ્પ પેપર નંબરના આધારે તપાસ કરતા સ્ટેમ્પ પેપર વર્ષ 2014 માં સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી ચોરી કરનાર અશ્વીન લાંગડીયા સુધી પોલીસ પહોંચી હતી. બીજી તરફ ઉપવન અને અશ્વીન બંને મિત્રો છે અને તેઓ વચ્ચે મોબાઇલ પર અને બેંક થકી આર્થિક વ્યવહારો પણ થયા હતા.પોલીસ તપાસમાં ઉપવન જૈને ઉદ્યોગપતિ પિતા-પુત્રએ જે પેમેન્ટ ચેક અને ઓનલાઇન ચુકવ્યું હતું તેના માટે મિલકત ધારકના નામે સુટેક્ષ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ અને ત્રાહિત વ્યક્તિના ફોટાના આધારે એકાઉન્ટ ખોલાવી જમા લીધી હતી. આ રકમ ઉપવન જૈને પોતાના બેંક એકાઉન્ટમાં અને અશ્વીનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. આ સાથે સોનું ખરીદવામાં પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, છેતરપિંડી, સુરત

આગામી સમાચાર