સુરત : યુવક પર છરી અને તલવારથી જીવલેણ હુમલો, જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, શહેરમાં લુખ્ખા તત્વો બેફામ

સુરત : યુવક પર છરી અને તલવારથી જીવલેણ હુમલો, જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, શહેરમાં લુખ્ખા તત્વો બેફામ
સુરત પોલીસની ફાઇલ તસવીર

યસ ઉર્ફે સોનુ અનિલ કે ભુરીયા અને પુરુષોત્તમ ઉર્ફે છોટુએ યુવકને છરી અને તલવાર વડે ઘા ઝીંક્યા, ઇજાગ્રસ્ત યુવક હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો

  • Share this:
સુરતમાં (Surat) થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર (31st December 2020) રાતે થયેલા ઝઘડાની (Fight) અદાવતમાં એક યુવાન પર હુમલાની (Stabbing) ઘટના સામે આવી છે ગોડાદરા (Godadara Area Surat) વિસ્તારમાં ગત સાંજે બનેલી આ ઘટનામાં ત્રણ યુવાનોએ તલવાર અને ચપ્પુ વડે યુવક પર જીવલેણ હુમલો કરતા તેને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેને લઇને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જગ્યા સમગ્ર મામલે ગોડોદરા પોલીસે હત્યાના પ્રયાસનો (attempt to murder case) ગુનો દાખલ કરી હુમલો કરનાર ત્રણેયની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની વિગતો એવી છે કે સુરતમાં નવાગામ ડીંડોલી શ્રીનાથજી નગર સોસાયટીમાં રહેતા ભુરાભાઈ તેણીના પુત્ર કરણ પર ત્રણ યુવાનોએ હુમલો કર્યો હતો ઘોડાદ્રા વિનાયક હાઇટ્સ તંદૂરી મટકા ચાની દુકાન સામે ગોડાદરા હરિઓમ નગર માં રહેતા યસ ઉર્ફે સોનુ અનિલ કે ભુરીયા અને પુરુષોત્તમ ઓર છોટુ ને તલવાર અને ચપ્પુ વડે હુમલો કરતાં બ બંને હાથના ભાગે તથા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેને કારણે ઢળી પડ્યો હતો અને હુમલો કરી ત્રણેય હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.આ પણ વાંચો :   સુરત : લગ્નની લાલચ આપી યુવતીનું અનેકવાર શારીરિક શોષણ કર્યુ, ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી

જોકે યુવક મિત્ર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યો હતો જ્યાં તેને વધુ સારવાર માટે પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે યુવકના પિતાની ફરીયાદના આધારે ત્રણે હુમલાખોરો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : શરમજકન કિસ્સો! કિશોરીને પેટમાં દુ:ખાવો થતો ગર્ભવતી નીકળી, તપાસમાં ખુલ્યા ચાર નરાધમના નામ

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે યુવક અને તેના પર હુમલો કરનાર ત્રણેય યુવકો વચ્ચે થર્ટી ફસ્ટ ની રાતે ઝઘડો થયો હતો અને તે ઝઘડાની અદાવતમાં યુવક ત્રણેય હુમલાખોરોને મારવા ગયો હતો પરંતુ તેઓ મળ્યા ન હતા અને યુવક પર હુમલો કરવા આવતો હોવાની જાણ થતાં ત્રણેય તેના ઉપર હુમલો કર્યો હતોસમગ્ર મામલે પોલીસે ત્રણે હુમલાખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:February 08, 2021, 20:53 pm

ટૉપ ન્યૂઝ